Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

સદ્દગુરૂ છાશ-ખિચડી કેન્દ્રનો પ્રારંભ

 હરિચરણદાસજી મહારાજ શ્રી સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં બે હજાર ત્રણસો પરિવારોને દરરોજ તેરસો લીટર છાશ તથા દર માસે બે કિલ્લો ખિચડી (અનાજ) આપવા માટે શ્રી સદ્દગુરૂ છાશ-ખિચડી કેન્દ્ર તથા સદ્દગુરૂ જલ લેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરૂદેવે હરિચરણદાસજી મહારાજે દાનાબાપા ડાંગર તથા ઇશ્વરભાઇ ખખ્ખર ટીમ દ્વારા થતા નક્કર સેવા કાર્યોની સરાહના કરી હતી. અધ્યક્ષ સ્થાને અજંતા ગૃપવાળા શાંતુભાઇ રૂપારેલીયા  તેમજ નટુભાઇ કોટક, નીતિનભાઇ નથવાણી, ભરતભાઇ લાખાણી, રાજુભાઇ કાનાબાર, જયસુખભાઇ ઉનડકટ, નિલેશભાઇ જોબનપુત્રા, નીતિનભાઇ રાયચુરા, પદમાબેન ભટ્ટ, ચંદ્રીકાબેન જોશી, હસુભાઇ ચંદારાણા, ચંદુભાઇ રાયચુરા તથા દુલર્ભજીભાઇ તન્ના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ રીટાબેન (જોબનપુત્રા) કોટક દ્વારા થયેલ.

 

(2:35 pm IST)