Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

તા.૨૦, ૨૧ ઓપન રાજકોટ એકઝીબીશન કમ સેલ

બહેનોને પ્લેટફોર્મ મળી રહે તે હેતુ સાથે સ્મિત પ્રતિક મહિલા મંડળ દ્વારા : સ્ટોલ બૂકીંગ શરૂ, અંજલીબેન રૂપાણીના હસ્તે પ્રારંભઃ મહાનુભાવોની હાજરી

રાજકોટ,તા.૧૮: સ્મિત પ્રતીક મહિલા મંડળના ઉપક્રમે ઓપન રાજકોટ એકઝીબીશન- કમ-સેલનું આયોજન તા.૨૦ અને તા.૨૧ માર્ચ એમ બે દિવસ માટે કરાયું છે. જે બહેનો ગૃહ ઉદ્યોગ કરતા હોય તેમને આગળ આવવા માટે પ્લેટફોર્મ મળે અને તેમના ધંધાને વેગવંતો બનાવા માટે એકઝીબીશન- કમ- સેલનું આયોજન કરેલ છે.

ભાઈઓ તથા બહેનોએ સ્ટોલ નાખવો હોય તેમના માટે નોર્મલ ચાર્જ બે દિવસના રૂ.૧,૦૦૦ રહેશે. સાથે સ્ટોલ નાખતા દરેકને સાંજે નાસ્તો અને કોલ્ડ્રીંકસ પણ આપવામાં આવશે.

હેન્ડીક્રાફટ, ડ્રેસ મટીરીયલ, સાડી, ઈમીટેશન જવેલરી, નમકીન, ખાખરા, પાપડ, સુકો નાસ્તો તથા ઘર સજાવટ માટે તોરણ, સ્ટીકર, ચણીયા ચોલી, કુર્તી, પ્લાઝા વગેરે સાથે રમત- ગમત માટે પણ સ્ટોલ  નાખી શકાશે.

એકઝીબીશન- કમ- સેલમાં ભાગ લેશે તેમના માટે છેલ્લે દિવસે એટલે કે તા.૨૧ના લકકી ડ્રો તથા જેને સ્ટોલનું સૌથી ડેકોરેશન, સુશોભન કર્યું હશે. તેમને ઈનામ આપવામાં આવશે.

સ્ટોલની બુકીંગ તા.૧૦-૧૧-૧૨-૧૩ (ચાર દિવસ), સવારે ૧૧ થી ૧૨ તથા સાંજે ૫ થી ૭. (૧) પ્રફુલ્લાબેન મહેતા મો.૯૪૨૮૮ ૯૦૨૭૭, આફ્રિકા કોલોની મેઈન રોડ, રૈયા ટેલીફોન સામેનો રોડ, ૧૫૦ રીંગ રોડ, સદ્દગુરૂવંદના ધામ-૧, એ-૨,  બ્લોક નં.૧૦૩, રાજકોટ, (૨)ં દર્શનાબેન મહેતા મો.૯૪૨૯૫ ૦૨૦૪૬, જુના જાગનાથ પ્લોટ, પી.પી.ફુલવાળી શેરી, શ્રીનાથજી એપાર્ટમેન્ટ, ત્રીજા માળે, રાજકોટ, (૩) બીન્દુબેન મો.૯૭૩૭૮ ૭૫૭૪૦, ૬- દિવનાપરા, 'સાગર', ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ, (૪) કલ્પનાબેન પારેખ મો.૯૯૨૪૫ ૭૯૮૪૯, વાણીયાવાડી-૭, 'મહાવીર', રાજકોટ.

તા.૨૦ શનિવારે સાંજે પાંચ વાગ્યે આર્ટગેલેરી (રેસકોર્ષ ખાતે બાલભવન સામે) એકઝીબીશન કમ સેલનું દીપ પ્રાગટય મહિલા અધ્યક્ષ શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજકુમાર અગ્રવાલ, જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી, જૈન પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, રાજકોટના હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી, હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી, હાસ્ય કલાકાર પરેશ કાનાણી, રાજકોટ પ્રસિધ્ધ સિંગર શ્રીકાંત નાયર, અશ્વીની મહેતા વગેરે તથા પોલીસ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં પ્રફુલ્લાબેન મહેતા, મીનાબેન વસા, બિન્દુબેન મહેતા અને અલ્કાબેન ગોસાઈ નજરે પડે છે.

(5:02 pm IST)
  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 2:59 pm IST

  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST