Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

નારીતું નારાયણી : આજે રાત્રે કાર્યક્રમ

રાજકોટ : ફેસબુધ રેડિઓ ચેનલ રાજકોટ લાઇવ રેડીઓ પર આજે રાત્રે ૯.૩૦ કલાકે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને એક વિશેષ કાર્યક્રમ નારી તુ નારાયણ પ્રસારિત થશે. નારી શકિત, નારી સુરક્ષા અને નારી સન્‍માનના મુદ્દાઓને લઇને રજુ થનાર આ કાર્યક્રમમાં માં દિકરી, બહેન એવાસ્ત્રીતા વિવિધ સ્‍વરૂપોને સ્‍પર્શતા ગીતોની રજુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કાજલ જોશી અને દીપ્તિ બાલાસરા કરશે જયારે પરિકલ્‍પના, આલેખન અને નિર્માણ દિનેશ બાલાસરાનું છે. ફેસબુકમાં રાજકોટ લાઇવ રેડીઓનું પેજ લાઇક કરીને કાર્યક્રમ સાંભળી શકાય છે.

(4:30 pm IST)