Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આયુર્વેદના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

 ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્‍ડ હોસ્‍પિટલ દ્વારા બીએએમસીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. ડો. મૈત્રેય મણીયાર દ્વારા અતિથી વિશેષ તરીકે પધારેલ મહેમાનોની શાબ્‍દિક ઓળખ આપવામાં આવી. અતિથી વિશેષ તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એકસ સેનેટ સીન્‍ડીકેટ મેમ્‍બર અને પ્રખ્‍યાત આયુર્વેદ આચાર્ય ડો. કિરીટભાઇ પટેલનું સ્‍વાગત ડો.જીગ્નેશ રાજાણી દ્વારા કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ પ્રખ્‍યાત આયુર્વેદ વદ્ય ડો.કમલેશભાઇ રાજગોરનું સ્‍વાગત ડો.સુમેશ પાય તથા ગુજરાત આયુર્વેદ પ્રેકતીશ્‍નર બોર્ડના ડાયરેકટર ડો.હસમુખ સોનીનું સ્‍વાગત ડો.નિરંજન વાય દ્વારા કરવામાં આવ્‍યું. પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ દીપ પ્રાગટય કર્યા બાદ રિધ્‍ધિ દવે અને ધૃતિ ખાંડેક દ્વારા આયુર્વેદના ધન્‍વંતરી ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી. ઓરીએન્‍ટેશન કાર્યક્રમમાં સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.મેહુલ રૂપાણી, ટ્રસ્‍ટી ઓજસભાઇ ખોખાણી, પ્રશાંતભાઇ કોરાટ, નિતેશભાઇ અમૃતિયા, ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આભાર વિધી સંસ્‍થાના આચાર્ય ડો.લીનાબેન શુકલા દ્વારા કરાય હતી કાર્યક્રમના અંતમાં નેશનલ એન્‍થમ દ્વારા પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્‍યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડો.લીનાબેન શુકલા, આયુર્વેદ કોલેજના શૈક્ષણિક સ્‍ટાફ ડો.મેત્રેય  મણીયાર, ડો.રાજલક્ષ્મી રવીન્‍દ્રન, ડો. નિરંજન વાય., ડો.ભગીરથ સાંકળિયા, ડો. જયોતિ ટી., ડો.જીગ્નેશ રાજાની, ડો.મનીશ પમનાની, ડો.રશેષ ભૂત, ડો.પર્યા વઘાસીયા, ડો. સુમેશ પાઇ, ડો.મેઘા ચંદારાણા, ડો.મોનિકા સોલંકી તથા મોહિત ભેસાણીયા, સંદીપ મહેતા મનિષ પંડયા તથા કોલેજના તેમજ હોસ્‍પિટલના તમામ સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(4:28 pm IST)