Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી ૧૭મીએ

ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધઃ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પણ એ જ દિવસે ચૂંટણીઃ પૂર્વ દિને ફોર્મ ભરાશેઃ સુકાનીઓની ચુંટણીનો કાર્યક્રમ નક્કી થઇ જતા રાજકીય ગતિવિધી તેજ

રાજકોટ, તા. ૮ :  નગરપાલિકાઓ અને તાલુકા -જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયા છે આજે સાંજ સુધીમાં નવા મુખ્ય પદાધિકારીઓની ચૂંટણી માટેની તારીખ સરકાર જાહેર કરે તેવા નિર્દેષ છે. રાજયભરમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી તા. ૧૭ અને ૧૮ માર્ચ યોજવા સરાકરે નકકી કર્યુ છ. રાજકોટ જિલ્લા પંચાયત માટે તા. ૧૭ નકકી થયાનું જાણવા મળે છે.

રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રુમખ ચૂંટવા માટે તા. ૧૭ મીએ બુધવારે કલેકટરની  અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળશે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સાથે જ યોજાશે. ત્યાર પછીની સામાન્ય સભામાં સમિતિઓની રચના થશે.  રાજકોટ જિલ્લાની ૧૭મીએ જ પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણી થશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં અને જસદણ-વીંછીયા સિવાઇની તમમ ૯ તાલુકા પંચાયતોમાં ભાજપને બહુમતી મળી છે. સુકાનીઓની ચૂંટણીના પૂર્વ દિને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા થશે.

(4:19 pm IST)