Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

નારી ત્રૈલોકય જનની, નારી ત્રૈલોકય રૂપિણી! નારી ત્રિભુવન ધારી, નારી શકિત સ્વરૂપિણી!!

નારી પ્રકૃતિની દીકરી છે. સૃષ્ટિની સૌદર્યમય સર્વશ્રેષ્ઠ કૃતિ છે. સમસ્ત જગત નારીનું કર્મક્ષેત્ર છે. ભારતીય સંસ્કૃતિમાં વૈદિક વિચારધારા દ્વારા ઋષી - મુનીઓએ નારીની ગરિમા અને મહત્તા સમજાવી નારીને નારાયણી તરીકે બિરદાવી છે એટલે ૮મી માર્ચ એટલે શકિત-પર્વ નારી એક ચૈતન્યસભર અસ્તિત્વ છે. જે સમગ્ર વિશ્વમાં તેની ઉર્જા અને ચેતનાથી છવાયેલું છે. આવુ વ્યકિતત્વ આજે ઉંબર ઓળંગી અંબર સુધી ઉડાન ભરી રહયું છે. પ્રાચીનકાળથી જ વિશ્વ વિકાસમાં નારીનું યોગદાન વિશિષ્ટ રહયું છે તેથી જ મારા શબ્દોમાં કહું તો નારી સમાજનું અભિન્ન અંગ છે, કરોડરજ્જુ છે. આધારસ્તંભ છે.

જીવનમાં સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાના પૂરક, સહાયક, માર્ગદર્શક રહયા છે. પુરૂષનું યોગદાન નારીના ઉત્થાન માટે સકારાત્મક રહયુ છે. સાથે સન્માનની લાગણી પણ ૮ માર્ચ 'વિશ્વ મહિલા દિન' ચારે બાજુ જોરશોરથી નારી - જાગરણનો શંખનાદ વાગશે. સ્વીકાર્ય છે. પણ આ જુસ્સો-ઉત્સાહ ૩૬૫ દિવસ જળવાઇ રહેવો જોઇએ તો હર દિન શકિત-પર્વ બની રહે. તો જ સમાજ નારીના ઋણમાંથી મુકત બની શકે. આ માટે નારીએ પણ પહેલ કરવી જ પડે. નારી જ નારીની હમદર્દ બની તેની આગળ લાવવામાં માધ્યમ બને. આત્મવિશ્વાસ સાથે ભયમુકત બની દરેક પડકારોને ઝીલી આજની નારી પૂરી સંઘર્ષ યાત્રા સાથે મંજીલ સુધી ડગ માંડે છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો સામે પણ સામી છાતીએ લડી આત્મસુરક્ષા જાળવે છે. અન્યાય સામે અવાજ ઉઠાવે છે. ખરેખર જથ્થાત્મક કરતાં ગુણાત્મક પરિવર્તન ઘણું આવ્યું છે. અરે! ગામડાની અભણ સ્ત્રીઓ પણ પોતાની સૂઝ-બૂઝ, આવડત, કલાના આધારે ઉંબર ઓળંગી દેશના ખૂણેખૂણે છવાઇ છે. જે નિશાળના પગથીયા પણ ચડયા નથી તેવા મીરાંબાઇ, પાનબાઇ, ગંગાસતી તોરલના ભજનો આજે પણ ગવાય છે. આજના શકિત પર્વ નિમિત્તે આપણે સૌ હૃદયના 'ભાવપુષ્પ' સાથે કૃતજ્ઞતા વ્યકત કરીએ.(૨૩.૧૮)

ભાવના રાવલ ૯૪૨૬૭૮૬૩૩૦

(4:18 pm IST)
  • ચૂંટણીઓના લીધે સંસદ સ્થગીત કરો : મમતાના ટીએમસીએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે સંસદ સત્ર સ્થગિત કરવાની માંગ કરી છે. access_time 11:18 am IST

  • કોરોનાએ ઠેકડો માર્યો: ૧૮,૫૯૯ નવા કેસ : છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાએ ઠેકડો માર્યો છે અને ૧૮,૫૯૯ નવા કેસ, ૧૪૨૭૮ સાજા અને ૯૭ લોકોનાં મોત નોંધાયા છે. access_time 11:19 am IST

  • સરસ્વતી દેવી (મુળનામ ખોરશેદ મીનોચેર હોમજી) ભારતીય સીને ઉદ્યોગના પહેલા સંગીત નિર્દેશક હતા. તેમણે ૧૯૩૬માં ''અછૂત કન્યા'' સહિત ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ હતું. access_time 3:00 pm IST