Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આજે વિશ્વ મહિલા દિવસે

ઓશોના નારી ઉપરના ક્રાંતિકારી ૨ પુસ્‍તકો ખાસ વળતરથી અપાશેઃ ફ્રી હોમ ડીલીવરીઃ SMS કરો

રાજકોટ : ૮મી માર્ચે મહિલા દિન નિમીતે ઓશોએ મહિલાઓના સંદર્ભમાં વિશેષ ચિંતન રજૂ કર્યું છે. પુસ્‍તકો પણ ઉપલબ્‍ધ છે. તેના ચિંતનની ઝલક માણીએ.

‘નારી અને ક્રાંતિ' આ સંબંધમાં બોલવા વિચારૂં છું તો પહેલા એ જ વિચાર આવે છે કે નારી કયાં છે? નારીનું કોઈ અસ્‍તિત્‍વ જ નથી. માનું અસ્‍તિત્‍વ છે, બહેનનું અસ્‍તિત્‍વ છે, દિકરીનું અસ્‍તિત્‍વ છે, પત્‍નિનું છે, નારીનું કોઈ અસ્‍તિત્‍વ જ નથી. નારી જેવું કોઈ વ્‍યકિતત્‍વ જ નથી. નારીની પોતાની કોઈ અલગ ઓળખ નથી. નારીનું અસ્‍તિત્‍વ એટલું જ છે, જેટલા પ્રમાણમાં તે પુરૂષ સાથે સંબંધિત હોય છે. પુરૂષનો સંબંધ જ તેનું અસ્‍તિત્‍વ છે. તેનો પોતાનો કોઈ આત્‍મા નથી.

આ બહુ આર્યજનક છે. પરંતુ આ કડવું સત્‍ય છે કે નારીનું અસ્‍તિત્‍વ એટલા જ પ્રમાણમાં અને એટલા જ અનુપાતમાં હોય છે જે અનુપાતમાં તે પુરૂષ સાથે સંબંધિત હોય છે. પુરૂષ સાથે સંબંધિત ન હોય તો એવી નારીનું કોઈ અસ્‍તિત્‍વ નથી અને નારીનું અસ્‍તિત્‍વ જ ન હોય તો ક્રાંતિની શું વાત કરવી?

એટલે પહેલી વાત એ સમજી લેવી જરૂરી છે કે નારી અત્‍યાર સુધી પોતાના અસ્‍તિત્‍વને પણ - પોતાના અસ્‍તિત્‍વને - સ્‍થાપિત નથી કરી શકી તેનું અસ્‍તિત્‍વ પુરૂષના અસ્‍તિત્‍વમાં સમાઈ ગયું છે. પુરૂષનો એક ભાગ છે તેનું અસ્‍તિત્‍વ.....

પહેલી વાત, નારીનું પોતાનું કોઈ અસ્‍તિત્‍વ નથી અને તેને અસ્‍તિત્‍વની જો ઘોષણા કરવી હોય તો તેણે કહેવું જોઈએ કે હું, હું છું - કોઈની પત્‍નિ નહીં, એ પત્‍નિ હોવું ગૌણ છે. હું હું છું - કોઈની મા નહીં, મા હોવું ગૌણ છે. હું હું છું - કોઈની બહેન નહીં, બહેન હોવું ગૌણ છે. આ મારૂં અસ્‍તિત્‍વ નથી, મારા અસ્‍તિત્‍વના અનંત સંબંધોમાંથી એક સંબંધ છે. એ સંબંધ છે. રીલેશનશીપ છે, તે હું નથી. આ સ્‍પષ્‍ટ ભાવ આવનારી પેઢીની એક - એક છોકરીમાં, એક - એક યુવતીમાં, એક - એક નારીમાં હોવો જોઈએ - મારૂં પણ પોતાનું અસ્‍તિત્‍વ છે...

બીજી વાત એ કહેવા ચાહું છું કે જોષાીઓ પોતાનો આત્‍મા શોધવા ચાહે છે, તો તેમણે એ સ્‍પષ્‍ટ સમજી લેવું જોઈએ કે પ્રેમ વગર, વિવાહ વગર રહી જવું વધુ સારૂ છે, પરંતુ પ્રેમ વગર વિવાહ કરવો તે પાપ છે, અપરાધ છે...

પ્રેમ વગર એક વ્‍યકિત સાથે બંધાઈ જવું - કેવી અશોભિત વાત છે ! પ્રેમ વગર એક વ્‍યકિત સાથે જીવનભર જીવવાનો પ્રયત્‍ન કરવો - કેટલી યાંત્રિક વાત છે!....

આવનારી બાળકીઓને, આવનારી ભવિષ્‍યનીષાીઓને, આવનારાં નારીનાં નવાં નવાં રૂપોને મનમાં એ સ્‍પષ્‍ટ હોવું જોઈએ કે પ્રેમ છે, તો પાછળ વિવાહ છે, પ્રેમ નથી, તો વિવાહ નથી. જો પ્રેમ નથી, તો વિવાહની કોઈ જરૂર નથી. પ્રેમ આવશે, રાહ જોવી પડશે.

જો નારીઓને એ સ્‍પષ્‍ટ થઈ જાય કે તેમના વ્‍યકિતત્‍વનો અસલી અવાજ પ્રેમ છે, તો આવનારી બાળકીઓનાં વ્‍યકિતત્‍વમાં પ્રેમની પૂરી સંભાવનારાઓ વિકસિત કે પ્રેમ પછી જ વિવાહ આવે, પ્રેમની પહેલા નહીં. જે દિવસે પ્રેમ પછી વિવાહ આવશે, તે દિવસે જ નારીને પોતાનો આત્‍મા મળી જશે, પ્રેમથી જ તેને આત્‍મા મળી શકે છે.

આ થોડીક વાતો મેં કહીં, એવી આશાથી કે એક ક્રાંતિ નારીનાં વ્‍યકિતત્‍વમાં ઉપસ્‍થિત થાય. જો આ ક્રાંતિ ઉપસ્‍થિત નથી થતી, તો નારીએ મનુષ્‍યની સભ્‍યતા માટે જે અનુદાન આપવું જોઈએ, તે નથી આપી શકતી અને નારીનાં જીવનમાં જે પ્રફુલ્લતા, શાંતિ અને આનંદ હોવો જોઈએ, તે તેને ઉપલબ્‍ધ નથી થતાં અને નારીનો આનંદ ઘણો અર્થપૂર્ણ છે, કારણ કે તે ઘરનું કેન્‍દ્ર છે. જો ઘરનું કેન્‍દ્ર ઉદાસ, દીન-હિન, થાકેલું, હારેલું છે, તો સમગ્ર પરિવાર, જે તેની ફરતે ફરે છે, તે બધા દિન - હિન, ઉદાસ અને હારેલા થઈ જશે.

એક હસતી, મલકાતી નારી જે ઘરમાં છે. જેના પગમાં પ્રેમના ગીત છે, જેના ચાલવામાં ઝંકાર છે, જેના દિલમાં ખુશી છે, જેને જીવવામાં એક આનંદ મળે છે, એ પૂરા ઘરમાં એક નવી સુવાસ, એક નવું સંગીત પેદા થઈ જશે અને આ એક ઘરનો પ્રશ્ન નથી, આ દરેક ઘરનો પ્રશ્ન છે. જો દરેક ઘરમાં આ સંભવિત થઈ શકે, તો એક સમાજ પેદા થશે - જે શાંત હોય, આનંદિત હોય, પ્રફુલ્લિત હોય.

આ મોટી ક્રાંતિમાં કે આ મનુષ્‍યનો સમાજ પરમાત્‍માની નજીક પહોંચે, નારી ઘણા અર્થોમાં સહયોગી બની શકે છે, એ ક્રાંતિના આ થોડા સૂત્રો મેં કહ્યાં. નારીએ પોતાના અસ્‍તિત્‍વની ઘોષણા કરવાની છે. નારીએ સંપતિ થવાની ના પાડવાની છે. નારીએ પુરૂષોએ બનાવેલા વિધાનોને વર્ગીય ઘોષિત કરવાના છે અને તેણે નિર્માણ કરવાનું છે કે કયું વિધાન પોતાના માટે ઊભુ કરે. નારીએ પ્રેમ સિવાય જીવનની બધી જ વ્‍યવસ્‍થાને અનૈતિક માનવાની છે. પ્રેમ જ નૈતિકતાનો મૂળ મંત્ર છે. જો આટલું થઈ શકે તો એક નવી નારીનો જન્‍મ થઈ શકે છે.

વિશ્વ મહિલા દિવસ નિમિતે અમદાવાદના સ્‍વામિ રમણઋષિનું પુસ્‍તક ‘‘ષાીનું ગૌરવ અને ગરીમા'' નિઃશુલ્‍ક ઓશોની ભેટ તરીકે આપવામાં આવશે. સ્‍વામિ સત્‍ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ પર એસએમએસ કરવાથી કુરીયર દ્વારા નિઃશુલ્‍ક પહોચાડવામાં આવશે.

-: સંકલન :-

સ્‍વામી સત્‍યપ્રકાશ

મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

 

(4:17 pm IST)
  • મહારાજા દુલીપસીંહના પુત્રી રાજકુમારી સોફીયા દુલીપસીંહ જેમણે બ્રિટનમાં મહિલાઓના હકકો માટે કામ કર્યુ અને સુફ્રાગેટ ચળવળમાં ભાગ લીધો. access_time 2:59 pm IST

  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્ય, કચ્છ સાધુ સમાજના અધ્યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્છના યોગી શ્રી પૂજ્ય દેવનાથ યોગીજી એ આજે કોરોના રસી નો પ્રથમ ડોઝ લીધો access_time 8:45 pm IST

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ : રૂઢિચુસ્ત બંધનોને તોડીને 24 વર્ષીય મેહરીન અમીન કાશ્મીરની પ્રથમ મહિલા ફિટનેસ ટ્રેનર અને જીમ માલિક બની : તે હવાલ વિસ્તારની ઇસ્લામીયા કોલેજ પાસે ‘ફિટનેસ હબ હેલ્થકેર સેન્ટર’ જીમ ચલાવી રહી છે access_time 9:38 pm IST