Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મનહર પ્‍લોટ જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ સજોડે કોવિડ વેકિસન લીધી

રાજકોટઃ ગુજરાત ના સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથાᅠ શ્રીમતી અંજલિબેન રૂપાણીની પ્રેરણાથી કોવીડ ૧૯ને અનુલક્ષીને ૬૦ વર્ષથી વધુ વય વાળા નાગરિકો માટે કોવીડ વેક્‍સિન ડ્રાઈવ અંતર્ગત શ્રી મનહરપ્‍લોટ સ્‍થા.જૈન સંઘના પ્રમુખશ્રી અને લાયન્‍સ કલબ્‍ઝ ઈન્‍ટરનેશનલના વરિષ્ઠ સભ્‍ય ડિસ્‍ટ્રીકટ ચેરમેન ડોલરભાઈ કોઠારી અને ધર્મપત્‍નિ શ્રીમતી હેમાબેન કોઠારીએ સજોડે વેક્‍સિન લીધી હતી. ડોલરભાઈએ જણાવ્‍યું હતું કે વેક્‍સિન માટે કેન્‍દ્ર અને રાજય સરકારે બેનમુન વ્‍યવસ્‍થા કરી છે અને સિનિયર સિટીઝનને કોઈ જ સમસ્‍યા ન પડે તેનો પુરતો ખ્‍યાલ રખાયો છે.અને વિશેષ માં જણાવ્‍યું હતું કે વેક્‍સિન લેતા માત્ર અડધી મિનિટ થાય છે અને સામાન્‍ય ઇન્‍જેક્‍શન જેવો જ અનુભવ થાય છે. વેક્‍સિનની કોઈ આડઅસર નથી અને સમાજની પ્રત્‍યેક વ્‍યક્‍તિએ લેવી ખૂબ જ આવશ્‍યક છે માટે દરેક પરિવારે કોઈપણ જાતના ભય વગર વેક્‍સિન લેવા વિનંતી છે. મ્‍યુ.કોર્પોરેશનના મહેકમ વિભાગ ના આસી.મેનેજર વિપુલભાઈ ધોણીયા સતત હાજર રહેલ.

(4:17 pm IST)