Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શ્યામલાલજીની હવેલીમાં શ્રીનાથજી પાટોત્સવ-ફુલફાગ રસિયાની ઝાંખી

રાજકોટઃ અહિંના સદર બજારમાં પંચનાથ મેઇન રોડ ઉપર જયસિયારામ પેંડાની સામે આવેલ રાજકોટ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં પ્રભુ શ્રી શ્યામલાલજી ૨૫૦ વર્ષથી બિરાજમાન છે. હવેલીમાં ગઇકાલે શ્રીનાથજી પાટોત્સવ ફુલફાગ રસિયાની ઝાંખી ધામધુમથી ઉજવાઇ હતી. ભાવિકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. (મો.૮૫૧૧૭૬૩૭૬૩)

(3:28 pm IST)