Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કોઇપણ મહિલા પોતાના આત્મવિશ્વાસ અને મનોબળથી આગળ વધે તો તેના માટે કોઇપણ કામ અશકય નથી

નારી શકિતને હરાવવી અશકયઃ પરિવારજનોએ સમર્થન આપવુ જોઇએ

આજના  ડિજીટલ યુગમાં આપણે વાત કરીએ તો ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓએ પ્રગતી કરી છે. કહેવાય છે કે સ્ત્રી ધારે તો કંઇપણ કરી શકે આપણે જોઇએ તો નાનામાં નાના ક્ષેત્રોથી માંડીને પાયલોટ બનવા જેવી ઘણી મોટી સિધ્ધીઓ આત્મવિશ્વાસ હોય તો સ્ત્રીઓએ સિધ્ધ કરી છે. મારા અનુભવ પ્રમાણે ઘણી પરિસ્થિતિમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની વાત સાંભળીએ તો તે દુઃખ થાય છે ત્યારે વીચાર આવે છે કે નારી શકિતનું મનોબળ અને માર્ગદર્શન બંને નબળા હોય છે. બાકી નારીશકિતને હરાવી એ અશકય છે. હમણાં જ આપણે બધા વાંચીએ છીએ એક એવી ઘટના જે વાંચતા જ આપણા રૃંવાળા ઉભા થઇ જાય છે. અમદાવાદમાં બનેલી ઘટના કે સ્ત્રીનું નામ છે આયશા તેને સાબરમતી નદીમાં પડીને પોતાનો જીવ આપ્યો એટલે આજે એક મેસેજ સમાજની સ્ત્રીઓને આપવો છે કે કોઇપણ પરિસ્થિતિ હોય પણ પોતાનું મનોબળ મજબુત રાખો અને કયારેય એવો વીચાર ના કરવો કે તમને કદાચ ન્યાય મળે તો તમે જ એ જોવા માટે હાજર ન હોવ.

મારા જીવનનો એક પ્રસંગ છે કે જયારે લોકો વ્યાજમાં હેરાન થતા હતા ત્યારે કાયદાની સાથે રાખીને તેની મદદ જયારે હું કરતી હતી ત્યારે લોકોએ કહેલ કે આ કામ મહિલા ન કરી શકે પણ જયારે તમારૂ માર્ગદર્શન અને આત્મવિશ્વાસ સાથે હોય ત્યારે કોઇપણ કામ મહિલા કરી શકે છે. આજની ૨૧મી સદીમાં ઘણા એવા ક્ષેત્રો છે જે મહિલા માટે અશકય હતા પણ તેના આત્મવિશ્વાસને લીધે શકય બનેલ છે.

આજે મારે દરેક પતિ, દરેકના પિતા, દરેકના સસરાને કેવુ છે કે જયારે તમારા ઘરમાં રહેલ મહિલા આગળ વધવા માંગતી હોય તો તેને સપોર્ટ કરો. નહિ કે કુરીવાજના નામે તમે એને કંઇ કરવા જ ના દયો. કે સમાજ શું કેશે એમ વિચારીને ઘરમાં  જ બેસાડી રાખો અત્યાર સુધી એક કહેવત છે કે હરેક સફળ પુરૂષોની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ આજે સમાજને માટે કહેવુ છે કે હરેક સફળ સ્ત્રીની પાછળ પુરૂષનો હાથ હોય જ છે. આજે મારી સફળતા પાછળ પણ જો મારી પતિનો હાથ ના હોત તો આજે હું પણ જો કઇ ન કરી શકી હોત. આજે મારે સમાજને એટલુ જ કહેવુ કે ઘરમાંથી જો સ્ત્રી કંઇપણ કરવા માંગતી હોય તો તેને પુરતુ સમર્થન આપો. (૪૦.૧૦)

એડવોકેટ પિનલબેન સાવલીયા

મો.૮૧૫૫૦ ૨૭૯૯૯

(3:23 pm IST)
  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે ? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 11:19 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,353 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,44,624 થઇ :એક્ટિવ કેસ 1,84,555 થયા વધુ 16,606 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,97,486 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,966 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8744 નવા કેસ નોંધાયા access_time 1:08 am IST