Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શાપર-વેરાવળ નજીક 'હિટ એન્ડ રન'માં અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા નિકુંજભાઇનું મોત

યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ  તા.૮ : શાપર વેરાવળ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકર મારતા શાપરના યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજયુ હતુ.

મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતા નિકુંજભાઇ ઈશ્વરભાઇ પટેલ (ઉ.વ.૪૮) પોતાનું બાઇક લઇને જતા હતા. ત્યારે શાપર વેરાવળ નજીક સ્કોડાના શો રૂમ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા નિકુંજભાઇ ફંગોળાઇ જતાં તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો.

બનાવ બનતા આસપાસના લોકોઅ ેકઠા થઇ ગયા હતા. બાદ નિકુંજભાઇને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. અશ્વિનભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)