Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

નારી શક્‍તિને સો સો સલામ... આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની રંગેચંગે ઉજવણી

રાજકોટ : આજે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની રાજકોટ સહિત દેશભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ઇશ્વરનું શ્રેષ્‍ઠ સર્જન એટલેસ્ત્રી. પહેલા જીવજંતુ અને પશુસૃષ્‍ટિના નિર્માણ બાદ પુરૂષનું નિર્માણ થયુ. આ બધામાં રહેલી ખામીઓને દૂર કરી ભગવાનની ઉત્‍કૃષ્‍ઠ કલાકૃતિ એટલેસ્ત્રી. પ્રેમના પ્રેરણાનોસ્ત્રોત અને પ્રેમનું વહેતુ ઝરણુ એટલેસ્ત્રી. જન્‍મથી મૃત્‍યુ સુધી દરેક કિરદારને શણગારતુ પાત્ર એટલેસ્ત્રી. આકાંક્ષા, અપેક્ષા, આદર્શ, આશ્વાસન અને આનંદનો સમન્‍વય એટલેસ્ત્રી હૃદય.સ્ત્રી પાસે જે સમર્પણ ભાવ છે તે કોઇ યુનિવર્સિટીમાં શિખવવામાં આવતુ નથી. તેમની પાસે જે શક્‍તિ છે તે અસ્‍મિતા તો જાગૃત કરે જ છે પરંતુ તેની સાથે સાથે તે શક્‍તિ, સમર્પપણ કેવી રીતે કરાય તે પણ શીખવે છે. દેશને સમર્પણ, સંસ્‍કૃતિને સમર્પણ, દેવને સમર્પણ, પતિને સમર્પણ, કુટુંબને સમર્પણ વગેરે ગુણો ધરાવતીસ્ત્રી શક્‍તિ આજે સમાજની અંદર પોતાનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે અને તેની નોંધ સમાજમાં પણ લેવાઇ રહી છે.

આજે દરેક ક્ષેત્રમાંસ્ત્રી પુરૂષ સમોવડી બની રહી છે. આપણી ભારતીય સંસ્‍કૃતિના મહાન ચરિત્રો જેમ કે અહલ્‍યા, દ્રૌપદી, સીતા, તારામતી, મંદોદરી આ પાંચેય મહાસતીઓના નામનું જે સ્‍મરણ કરે તેના પાપોનો નાશ થાય છે તેવું કહેવાય છે. ત્‍યારે આવી મહાનસ્ત્રીઓના નામ માત્રથી જો પાપનો નાશ થતો હોય તોસ્ત્રીમાં શું શક્‍તિ છે અને તે કેટલી પૂજનીય છે તેનો સાક્ષી ભારતનો ઇતિહાસ છે.

 

(3:21 pm IST)
  • ૧૯૭૦માં મહિલા સાક્ષરતા કલાસ શરૂ થયા હતા. access_time 3:54 pm IST

  • ૧૯૪૯માં સી.બી. મુથમ્મા ભારતીય વિદેશ સેવામાં જોડાનાર પહેલા મહિલા હતા. access_time 2:59 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે ? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 11:19 am IST