Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

દારૂના ગુનામાં ભાગતા ફરતાં વનરાજ બારોટને યુનિવર્સિટી પોલીસે પકડ્યો

અગાઉ ૧૦ ચોરી અને હત્યામાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામ રાણીમા રૂડીમા ચોક રાહુલ મીલવાળી શેરીમાં રહેતો વનરાજ ઉર્ફ વનો ભરતભાઇ સોનરાજ (બારોટ) (ઉ.૨૭) નામનો રિક્ષાચાલક દારૂના ગુનામાં ફરાર હોઇ તે રૈયા રોડ રામેશ્વર હોલ પાસે ઉભો હોવાની બાતમી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રાને મળતાં પકડી લેવાયો હતો. આ શખ્સ અગાઉ ચોરીના ૧૦ ગુના, હત્યાનો એક ગુનો આચરી ચુકયો છે. અગાઉ ૨૦૧૨ થી ૨૦૧૮ મે સુધી જેલમાં હતો. જેલમાંથી છુટ્યા પછી દારૂ વેંચવાના રવાડે ચડ્યો હતો. અગાઉ પોલીસે રાજુ નિલેષ કાપડીને ૨૪ બોટલમાં પકડ્યો ત્યારે વનરાજનું નામ ખુલ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પી.આઇ. બી. બી. ગોયલ, પીએસઆઇ રબારી, હેડકોન્સ. રાજેશભાઇ, હરેશભાઇ પરમાર, કોન્સ. રવિરાજસિંહ, મુકેશભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:50 pm IST)