Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આંબેડકરનગર અને પ્રેમમંદિર વોંકળા પાસે જુગાર રમતા ૧૪ ઝડપાયા

આંબેડકર નગર ચોકમાંથી આઠ અને પ્રેમમંદિર વોંકળા પાસેથી છ શખ્સોને ઝડપી લીધા

રાજકોટ તા.૮: આંબેડકરનગર ચોકમાંથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને અને યુનિવર્સિટી પોલીસે પ્રેમમંદિર પાસે વોંકળાના કાંઠેથી સાત શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિ નાબુદ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ સૂચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વેલુભા ઝાલા, કોન્સ. ભાવેશભાઇ, હરપાલસિંહ, મયુરસિંહ, કુલદિપસિંહ, ભાવીનભાઇ, દિલીપસિંહ તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આંબેડકરનગર ચોકમાં દરોડો પાડી તીનપતીના જુગાર રમતા નિલેશ જગદીશભાઇ મકવાણા (ઉ.વ.૩૦) (રહે. જશરાજનગર શેરીનં. ૬), રાહુલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.૨૬, રહે. આંબેડકરનગર શેરીનં. ૧૧), ભરત ચનાભાઇ પરમાર (ઉ.વ.૩૦, રહે. આંબેડકરનગર શેરીનં.પ) રમેશ રાજુભાઇ બાલવા (ઉ.વ.૩૨, રહે. આંબેડકરનગર મેલડીમાના મંદિર પાસે), કિશોર હીરાભાઇ વાણીયા (ઉ.વ.૨૫, રહે. આંબેડકરનગર શેરીનં. ૧૩/૧૪), મહેબુબ હારૂનભાઇ ડેલા ઉ.વ.૨૯, રહે. ખોડીયારનગર ેશેરીનં. ૫), વાલજી ઉર્ફે વાલો ભલાભાઇ ગોહેલ (ઉ.વ.૪૩, રહે. આંબેડકટરનગર શેરીનં. ૫) અને સાગર ઉર્ફ પંકજ રાણાભાઇ લોખીલ (ઉ.વ.૩૧,રહે. વિનાયક નગર શેરીનં. ૨૦/પ-મવડી પ્લોટ)ને પકડી લઇ રૂ. ૨૫,૫૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.બી. ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિયાત્રા, રવિરાજસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે પીએસઆઇ એમ.વી. રબારી તથા હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રાને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે દરોડો પાડી વોંકળાના કાંઠે જુગાર રમતા મોટા મવાના ચંદુ સોમાભાઇ જાદવ (ઉ.વ.૩૫), લાખનસીંગ ઉર્ફે રીંકુ રામશનેહી કુશવાહા (ઉ.વ.૩૨), જયંતિ ભાણાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૪૦), ધીરજ ઓધળભાઇ રાતળીયા (ઉ.વ.૩૨), પ્રવિણ આણંદભાઇ સોલંકી (ઉ.વ.૫૫), પ્રેમજી ધનજીભાઇ શેખવા (ઉ.વ.૪૨) ને પકડી લીધા હતા જયારે મોટા મવાનો પ્રવિણ નાથા રાઠોડ અને મોચીનગરનો દિનેશ પ્લંમ્બર નાશી જતા તેની શોધખોળ આદરી હતી.

ગંજીવાડામાં વરલીના આંકડા લેતો શખ્સ પકડાયો

ભાવનગર રોડ પર ગંજીવાડાના નાકા પાસે થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી.જે. જાડેજા તથા નરસંગભાઇ ગઢવી સહિતે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા સુલેમાન વલીમામદભાઇ માજોઠી (ઉ.વ.૫૮, રહે. ગંજીવાડા શેરીનં. ૧૩) ને પકડી લઇ રૂ. ૧,૧૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:52 pm IST)