Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગંજીવાડાના મુકેશ ઉર્ફ ગની સાબરીયાને પાસામાં ધકેલાયો

બુટલેગરના વોરન્ટની ક્રાઇમ બ્રાંચે બજવણી કરી

રાજકોટ તા. ૮: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી અને એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ ગંજીવાડા-૩૩માં મહાકાળી ચોકમાં રહેતાં મુકેશ ઉર્ફ ગની સામતભાઇ સાબરીયાને પાસામાં ધકેલવાની દરસ્ખાત તૈયાર કરવામાં આવતાં શ્રી અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતાં આ શખ્સને વડોદરા જેલમાં ધકેલાયો છે. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ જયસુખભાઇ હુંબલ, ભરતભાઇ વાઘેલા, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા અને સંજયભાઇ કુમારખાણીયાએ વોરન્ટની બજવણી કરી હતી.

(3:50 pm IST)