Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

'પબજી' ગેઇમ રમતાં પકડાશે તો પોલીસ પગલાં લેશેઃ મનોજ અગ્રવાલ

વિશ્વભરમાં અનોખુ એડિકશન ઉભુ કરનાર રમતનું વળગણ છોડાવવા કડક રાહે પગલા

રાજકોટ તા.૭: ભારત સહિત વિશ્વભરમાં જે વિડીયો ગેઇમએ કિશોરો અને યુવાઓને વળગણ લગાડ્યું છે તે 'પબજી' ગેઇમથી થતાં નુકસાનને અટકાવવા અગાઉ આ ગેઇમ પર પ્રતિબંધ ફરમાવતું ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જો કે નશાની જેમ આ ગેઇમના આદી બની ગયેલા લોકો હજુ સુધી મોબાઇલ હેઠા મુકતા નથી તેવું સર્વવિદીત છે. આ વચ્ચે 'પબજી'નું વળગણ છોડાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જણાવ્યું હતું કે જો હવે કોઇ પબજી ગેમ રમતાં નજરે પડશે તો તેની સામે ફોજદારી રાહે પગલા લેવામાં આવશે.

(4:08 pm IST)