Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શહેર ભાજપ દ્વારા આજે તમામ વોર્ડમાં વોર્ડ કારોબારી બેઠક

રાજકોટ, તા. ૮ :  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ આજે તા. ૮ ના શહેરમાં તમામ વોર્ડમાં વોર્ડ કારોબારી બેઠક યોજવામાં આવશે.

જેમાં વોર્ડ -૧ માં લલીતભાઇ વાડોલીયાના ઘેર, વોર્ડ-રમાં મેયર બંગલા ખાતે, વોર્ડ-૩ માં ગુરૂનાનક હોલ ખાતે, વોર્ડ-૪ માં રેડરોઝ વોટર, બેડી ચોકડી ખાતે, વોર્ડ-પમાં શકિત સોસાયટી, શીવમ ડેરી સામે, પેડક રોડ ખાતે વોર્ડ-૬માં સાંદીપની સ્‍કુલ, પેડક રોડ ખાતે, વોર્ડ-૭માં કિશોરસિંહજી સ્‍કુલ, કોઠારીયા નાકા પાસે, વોર્ડ -૮માં ભાજપ કાર્યાલય, વિદ્યાકુંજ સોસાયટી ખાતે, વોર્ડ-૯માં અક્ષર સ્‍કુલ, રવીરત્‍ન પાર્ક ખાતે, વોર્ડ-૧૦માં શ્‍યામ પાર્ક કોમન પ્‍લોટ ખાતે વોર્ડ-૧૧માં રાજ રાજેશ્વર મંદિર, રાજદીપ સોસાયટી ખાતે, વોર્ડ-૧રમાં મેયર બંગલા ખાતે, વોર્ડ-૧૩માં સોમનાથ હોલ, સ્‍વામીનારાયણ ચોક ખાતે વોર્ડ-૧૪ માં નવ યુગ સ્‍કુલ, હાથીખાના ખાતે વોર્ડ-૧પમાં વરજાંગભાઇ હુંબલની ઓફીસ, સત્‍યમ પાર્ક ખાતે, વોર્ડ-૧૬માં કર્મજયોત વિદ્યાલય, દીપ્તીનગર ખાતે, વોર્ડ-૧૭માં વિનોદભાઇ શેઠ હોલ ખાતે, વોર્ડ-૧૮માં દેવાયતભાઇ ડાંગરની ઓફીસ ખાતે યોજવામાં આવશે. શહેર ભાજપના વિવિધ અગ્રણીઓ આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન પુરૂ પાડશે. તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવ્‍યું હતું.

(4:28 pm IST)