Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મધ્‍યમ વર્ગને રાહત આપનારૂ ગતિમાન બજેટ : સ્‍વદેશી જાગરણ મંચ

રાજકોટ,તા. ૮ : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સમક્ષ રજુ કરેલ બજેટમાં અપેક્ષા મુજબ, આવકવેરાના બોજ (નવા કર શાસનમાં) ઘટાડવામાં આવ્‍યો છે. મધ્‍યમ વર્ગ માટે, અતિ સમૃધ્‍ધ લોકો સહિત, જેની કુલ રૂા. ૩૭,૦૦૦ કરોની આવક પર અસર પડશે. તેમ સ્‍વદેશી જાગરણ મંચનું માનવું છે.

સ્‍વેદશી જાગરણ મંચના રાષ્‍ટ્રીય સહસંયોજક ડો. અશ્વિની મહાજને જણાવ્‍યું છે કે બાજરીના આંતરરાષ્‍ટ્રીય વર્ષમાં બાજરીને પ્રોત્‍સાહન, કૃષિ ધિરાણમાં વધારો, ડેરી અને મત્‍સ્‍યઉદ્યોગ જેવી સંલગ્ન પ્રવૃતિઓ પર ધ્‍યાન કેન્‍દ્રીત કરવું, સહકારીને પ્રોત્‍સાહન વગેરે આ બજેટના મુખ્‍ય આકર્ષણો છે. બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ (પીએસીએસ)ને પ્રોત્‍સાહન આપતી વખતે ડેરી, મત્‍સ્‍ય ઉદ્યોગને પ્રોત્‍સાહન આપવાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં રૂા. ૨૦ લાખ કરોડનો વધારો એ આવકારદાયક પગલું છે. તે તમામ કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓને વેગ આપશે. નવી જાહેરાત મુજબ, ગ્રામીણ વિસ્‍તારોમાં ‘આકાંક્ષાત્‍મક જિલ્લા'માંથી ‘આકાક્ષાત્‍મક બ્‍લોકસ' યોજનામાં ખસેડવાથી, પછાત બ્‍લોકસમાં ગ્રામીણ વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રીત કરવામાં આવ્‍યું હોય તેવું લાગે છે.

(4:14 pm IST)