Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજકોટ ચેમ્‍બરની RMC પાસે માંગણીઃ પાણીવેરો યથાવત રાખોઃ મિલ્‍કતવેરો ચોરસ ફુટ રૂા.૨ કરોઃ નવો ટેક્ષ ન ઝીંકો

બજેટ રાહતલક્ષી - પ્રજાલક્ષી રાખો

રાજકોટ, તા.૮: રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ રજુ કરવામાં આવેલ. આ બજેટમાં રાજકોટના શહેરી વિકાસને વેગ આપવા માટે વિવિધ જોગવાઈઓ માટે બજેટ ફાળવવામાં આવેલ છે. જે આવકારદાયક છે. પરંતુ આ બજેટમાં જે વિવિધ ટેક્ષમાં વધારો કરવામાં દરખાસ્‍ત કરેલ છે. જે સામાન્‍ય જનતા અને કોમર્શીયલ ધંધા સાથે સંકળાયેલ દરેક ધંધાર્થી માટે ખૂબ જ અસહય અને આ મોંઘવારીના સમયમાં પડયા ઉપર પાટુ સમાન છે. આ બજેટમાં પાણીવેરો ૩ ગણો, ગાર્બજ વેરો ર ગણો, કોમર્શીલ મિલકત વેરામાં પ્રતિ ચો.ફુટ રૂ.૩ નો વધારો તેમજ એન્‍વાયરમેન્‍ટ ચાજ કુલ વેરાબીલના ૮% જેટલો વસુલવા માટે બજેટમાં જોગવાઈ કરેલ છે. જે અંતર્ગત સામાન્‍ય જનતા અને નાના કોમર્શિયલ ધંધાર્થીઓ માટે અયોગ્‍ય જણાય રહયું છે.

હાલની વધતી જતી મોંઘવારી અને આર્થિક મંદીની વચ્‍ચે આવા ત્રણ ગણા પાણી વેરા વધારાથી વેપાર-ઉદ્યોગકારો તથા આમ જનતાને ખુબ જ મુશ્‍કેલી તથા આર્થિક બોજાનું ભારણ સહન કરવું પડશે. રાજય સરકારની ઁ‘સૌ ની યોજના' અંતર્ગત હર ઘર પાણી તમામ લોકોને મળીં રહે તે શુભ આશય સાથે કાર્યરત છે જ તો આવો

અસહય ભાવ વધારો શા માટે ?

આ જોગવાઈ કરેલ બજેટમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્રારા નીચે મુજબના સૂચનો ધ્‍યાને લઈ પ્રજાને રાહત આપવા અનુરોધ કરાયેલ છે.

(૧) પાણીવેરી ત્રણ ગણા ને બદલે જે છે તે ચાલુ રાખવો અથવા દોઢ ગણો કરવો.

(૨) મિલ્‍કત વેરોમાં પ્રતિ ચો.ફુટ રૂા.૩ને બદલે રૂ.૨ કરવા.

(૩) ગાર્બેજ વેરો બે ગણાને બદલે જે છે તે ચાલુ રાખવો અથવા દોઢ ગણો કરવો.

(૪) કુલ વેરા બીલનાં ૮% એન્‍વાયરમેન્‍ટ ટેક્ષ છે જે માટે ખરેખર ફેરવિચારણા કરવાની જરૂર છે અને તે ખરેખર એક શેષ હોઈ કુલ બીલના ૨ થી ૩ ટકા થી વધારે ન લેવો જોઈએ. એવો પ્રજાહિતમાં નિર્ણય કરવામાં આવે તેવી અમારી અપેક્ષા છે.

આમ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા ઉપરોકત રજૂઆત ખાસ ધ્‍યાને લઈ વેપાર-ઉદ્યોગકારો તેમજ આમ જનતાના હિતમાં નિર્ણય લઈ કમિટિ દ્વારા તમામ વેરા વધારા માટે ફેર વિચારણા કરી યોગ્‍ય નિર્ણય કરવા રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.પ્રદિપભાઈ ડવ, કમિશનરશ્રી અમિત અરોરા સાહેબ તથા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેનશ્રી પુષ્‍કરભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)