Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પ્રેમીકાને જાનથી મારી નાખવાની કોશીશ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

રાજકોટઃ ધોરાજી મુકામે પોતાની પ્રેમીકાને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી તેનુ નાક અને વાળ કાપી નાખવા તેમજ ગાલના ભાગે છરીથી ઈજા પહોચાડેલ હતી તેમજ જાનથી મારી નાખવાના ઈરાદા સાથે હુમલો કરવામા આવેલ હતો. જે સબબની ફરીયાદ ધોરાજી પોલીસ સ્‍ટેશનમા તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ ઈ.પી.કો.કલમ ૩૦૭, વિગેરે તેમજ જી.પી એકટ મુજબની વિવિધ કલમો મુજબની ફરીયાદ નોંધવામા આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરવામા આવેલ હતી અને આ કામે આરોપીએ જામીન અરજી કરતા જામીન અરજી મંજુર કરવામા આવેલ હતી.

આ કેસની ફરીયાદ મુજબની ટુકમા હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ફરજાના બેન સિતારભાઈ માલવિયા તેમના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતા હતા ત્‍યારે ગોંડલ ખાતે સુલતાન ઉર્ફે ટીપુ જાનમહમદમાં જુણેજા સાથે તેમને પ્રેમ સંબંધ બંધાયેલ હતો અને અવારનવાર ફરીયાદીના દ્યરે આવતો હતો ત્‍યારબાદ ફરિયાદીના તેમના પતી સાથે છૂટાછેડા થઈ ગયા બાદ આરોપી ટીપુએ ફરિયાદીને જણાવેલ કે તું મારી સાથે રાજકોટ મુકામે રહેવા આવ હું તારી સાથે લગ્ન કરી લઈશ જેથી ફરિયાદી રાજકોટ મુકામે પોતાના સંતાનો સાથે રહેવા લાગેલ હતા પરંતુ ત્‍યા આરોપી ફરિયાદીને અવારનવાર મારકૂટ કરતો હતો જેથી ફરિયાદી પોતાની માતાને ત્‍યાં ધોરાજી મુકામે રહેવા ચાલ્‍યા ગયેલ હતા.

ત્‍યારબાદ તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ ફરીયાદી તેમની માતા અને બહેન તેમના ઘરે હાજર હતા તે દરમીયાન આરોપી ટીપુ @ સુલતાન અને રાહુલ બંને હાથમા ખુલ્લી છરી લઈને આવેલ હતા અને સુલતાન દ્વારા વાળ કાપવાના મશીનથી ફરીયાદીના માથાના આગળના ભાગના વાળ કાપી નાખેલ હતા. અને ફરીયાદીની બહેન અને માતા છોડાવા પડતા તેમને પણ ઈજાઓ થયેલ હતી અને આરોપી દ્વારા ફરીયાદીને છરીનો ઘા મારવા જતા ફરીયાદી દ્વારા છરી પકડી લેતા ફરીયાદીને હાથમા ઈજાઓ થયેલ હતી.

ત્‍યારબાદ આરોપી સુલતાન દ્વારા ફરીયાદીને નીચે પછાડી દીધેલ અને આરોપી રાહુલ દ્વારા ફરીયાદીના પગ પકડી રાખવામા આવેલ હતા અને સુલતાન ફરીયાદીની છાતી ઉપર બેસી ફરીયાદીનુ ગળુ દાબેલ અને ફરીયાદી દ્વારા ગળુ છોડાવી લેતા આરોપી ટીપુએ ફરીયાદીના હોઠ પાસેથી લઈને બંને કાન સુધી ગલ ઉપર ચીરા પાડી દીધેલ અને નાકનુ ટેરવુ પણ કાપી નાખેલ હતુ અને બંને આરોપીઓ ગાળો બોલતા બોલતા જતા રહેલ હતા અને ફરીયાદીને પ્રથમ ધોરાજી અને ત્‍યારબાદ જુનાગઢ હોસ્‍પીટલમા સારવાર માટે દાખલ કરવામા આવેલ હતા અને જે સબબની વિગતવાર ફરીયાદ દ્વારા ધોરાજી પોલીસ સ્‍ટ્‍શનમા નોંધાયેલ હતી. જે સબબ કુલ બે આરોપી સુલતાન ટીપુ જાનમહમદ જુણેજા તથા રાહુલ નામના આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હતી.

જે અન્‍વયે આરોપી સુલતાન ટીપુ જાનમહમદ જુણેજાએ ચાર્જશીટ થઈ જતા પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુક્‍ત્ત થવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમા જામીન જામીન અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપી વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમા રાખી રાજકોટની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટશ્રી સાહીસ્‍તાબેન એસ. ખોખર, રણજીત એમ. પટગીર, તેમજ ગુજરાત  હાઈકોર્ટમા મોહમદ ઝઈદ આઈ. સૈયદ રોકાયેલ હતા.

(4:31 pm IST)