Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

BSNL કર્મચારીઓના વેતન સુધારણા સહિતના પ્રશ્‍નોઅંગે જંગી દેખાવોઃ ૪-જી પ-જી સેવાઓ અંગે રજૂઆત

રાજકોટ તા. ૮: BSNL ના કર્મચારીઓના બનેલા સંયુકત ફોરમના આહવાન મુજબ આજે કોર્પોરેટ ઓફિસ ખાતે એક શકિતશાળી લંચ અવર ડેમોસ્‍ટ્રેશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વેતન સુધારણાની પતાવટ, નોન-એકિઝકયુટિવ્‍સ માટે નવી પ્રમોશન પોલિસીના અમલીકરણ અને બીએસએનએલની 4G અને 5G સેવાઓ તાત્‍કાલિક શરૂ કરવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. સંયુકત ફોરમના નેતાઓ ચંદેશ્‍વર સિંહ, પી. અભિમન્‍યું, કન્‍વીનર, આર. સી. પાંડે, કે. જયપ્રકાશ, સુરેશકુમાર, એમ. સી. શર્મા, એ સંબોધન કર્યું અને માંગણીઓ વિશે સમજાવ્‍યું હતું. કોર્પોરેટ ઓફિસ, એનટીઆર સર્કલ, યુપી (પヘમિ) અને હરિયાણાના કર્મચારીઓએ આ પ્રદર્શનમાં મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. ગુજરાત સર્કલમાં પણ આજે ભોજન અવકાશ દરમ્‍યાન વિશાળ પ્રદર્શનોનું આયોજન થયું હતું.

(3:13 pm IST)