Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગીતા વિદ્યાલયમાં શનિવારથી નિઃશુલ્‍ક બાલમનો વિકાસ કેન્‍દ્રના વર્ગો

ભગવદગીતા, રામાયણ, સંસ્‍કૃત શ્‍લોક શીખવવામાં આવશે

રાજકોટઃ અહિ જંકશન પ્‍લોટ, પોલીસચોકી પાસે શ્રી મનહરલાલજી મહારાજ સ્‍થાપિત સેવાસંસ્‍થા ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટમાં બાલ-મનો વિકાસ કેન્‍દ્ર અંતર્ગત ૬ વર્ષથી ૧૪ વર્ષના બાળકો(કુમાર, કન્‍યા) માટે સપ્તાહિક બાળસંસ્‍કાર કેન્‍દ્ર-બાળવિકાસના વર્ગોનો પ્રારંભ શનિવાર તા.૧૧ના રોજ સાંજે ૬ કલાકે થશે. આ નિઃશુલ્‍ક બાળવિકાસ વર્ગનો સમય દર શનિવારે સાંજે ૬થી ૭નો રાખેલ છે. જેમાં ૬થી ૧૪ વર્ષના બાળક-બાલિકાઓને ભગવદગીતા, રામાયણ, સંસ્‍કૃત સ્‍તોત્રના અધ્‍યયન દ્વારા તેમજ બોધદાયી વાતો દ્વારા, મહાપુરુષોના જીવનચરિત્રો દ્વારા સંસ્‍કારચિંતન તથા નીતિમતા, પ્રમાણિકતા, સદાચાર, સુલેખન સ્‍પર્ધા, શ્‍લોક કંઠસ્‍થ સ્‍પર્ધા, શૈક્ષણિક પ્રવાસ, જનરલ નોલેજની પ્રશ્નોતરી, રમતગમત, બાળવાર્તાઓ, બાળગીતો વગેરે પ્રવૃતિઓ દ્વારા બાળકોના શારીરિક, માનસિક, આધ્‍યાત્‍મિક સર્વાગી વિકાસ સાધવામાં આવશે. દર મહિને બાળકોનું વજન, ઊંચાઇ, આરોગ્‍યની નિઃશુલ્‍ક ચકાસણી થશે. બાળકોને પૌષ્‍ટિક નાસ્‍તો-પ્રસાદ આપવામાં આવશે આ અંગે વધુ માહિતી માટે મો.૯૮૯૮૩ ૧૮૨૮૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:12 pm IST)