Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ડો. રાજેશ ત્રિવેદી લિખિત પુસ્‍તક ‘જીવનત્‍વ'નું વિમોચન

રાજકોટ : સંસ્‍કારી જીવનની પ્રેરણા મળે તેવા ચિંતનાત્‍મક લેખો સાથેના પીડીયુ મેડીકલ કોલેજના લાયબ્રેરીયન ડો. રાજેશ ત્રિવેદીના પુસ્‍તક ‘જીવનત્‍વ'નો વિમોચન સમારોહ તાજેતરમાં યોજાઇ ગયો. જાણીતા ચિંતક અને વૈચારિક શ્રેષ્‍ઠી ડો. જયંતિભાઇ ભાડેશીયા તથા મેડીકલ કોલેજના અધિક ડીન પ્‍લાસ્‍ટિક સર્જન ડો. મોનાલીબેન માંકડીયા, જાણીતા ઉદ્યોગપતિ કમલનયનભાઇ સોજીત્રા (ફાલ્‍કન ગ્રુપ), જાણીતા કવિ - નાટયકાર ડો. શૈલેષભાઇ ટેવાણી, ઢોલરા વૃધ્‍ધાશ્રમના અનુપમભાઇ દોશી, સેવાભાઇ જયેશભાઇ ત્રિવેદી વગેરેએ ઉપસ્‍થિત રહી ડો. રાજેશ ત્રિવેદીની લેખન કલાને બિરદાવી શુભેચ્‍છા પાઠવી હતી. પુસ્‍તકમાં સમાવિષ્‍ટ સંસ્‍કારીતા, સંબંધ, ધીરજ, સંસ્‍કાર, અભિમાન, મૌન જેવા પ્રકરણનોનું આ તકે વિશ્‍લેષણ કરાયુ હતુ. ટુંકમાં સારૂ જીવન જીવવાની પ્રેરણા આપે તેવા સંસ્‍કારી વિચારોનું સંકલન કરાયુ હોવાનું મહેમાનોએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યુ હતુ. સમગ્ર વિમોચન કાર્યક્રમનું આયોજન લાયબ્રેરી એસોસીએશન ગુજરાત અને ગ્રંથાલય ભારતી સૌરાષ્‍ટ્ર પ્રાંતના ડો. નરેન્‍દ્રભાઇ દવે તથા દીલીપભાઇ ભટ્ટે કર્યુ હતુ.

(3:07 pm IST)