Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ચેક રીટર્ન કેસમાં આરોપીને ૬ માસની સજા

રાજકોટઃ ચેક રીટર્ન કેસમાં આરોપી મેહુલ દિલીપભાઈ વોરાને કોર્ટે તકસીરવાન ઠરાવી ૬ માસની સજાનો હુકમ કરેલ અને જો ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે શહેરમાં રહેતા રાજેષભાઈ સુરેશભાઈ કાકડીયા નામના યુવાને મિત્રતાના દાવે અમદાવાદનાં મેહુલ દિલીપભાઈ વોરાને રૂા.૬,૫૦,૦૦૦ હાથ ઉછીના આપ્‍યા હતા. જે રકમ પૈકી રૂા.૧,૧૫,૦૦૦ પરત ચુકવવા માટે આપેલો ચેક પરત ફરતા જે અંગેની કાયદાકીય જોગવાઈ મુજબ નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચુકવતા આરોપી વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલી ફરીયાદીએ પોતાનો કેસ સાબીત કરવા જરૂરી દસ્‍તાવેજી પુરાવા રજુ કરેલ હતા. ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ. મૌખીક દલીલ તેમજ દસ્‍તાવેજી પુરાવા ધ્‍યાને લઈ અદાલતે આરોપી મેહુલ દિલીપભાઈ વોરાને તકસીરવાન ઠેરવી ૬ માસની સજા અને ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી રાજેશભાઈ સુરેશભાઈ કાકડીયા વતી એડવોકેટ આશિષ આર. ડોબરીયા રોકાયેલા હતા

(3:06 pm IST)