Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શાપરમાં વિજ ટ્રાન્‍સફોર્મર ફાટતાં ગરમ ઓઇલથી યુવાન દાઝ્‍યો

રાજકોટ તા. ૮: શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ યુપીના રાજુ ધરમુભાઇ ગોૈડ (ઉ.વ.૩૦) નામના યુવાન પર સાંજે તે શાપર વેરાવળના બ્રીજ નીચે વિજ ટ્રાન્‍સફોર્મર પાસે ઉભો હતો ત્‍યારે એકાએક ટ્રાન્‍સફોર્મરની ઓઇલ ટેન્‍ક ફાટતાં ગરમ ઓઇલ ઉડતાં દાઝી ગયો હતો. તેને શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી.

(11:57 am IST)