Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જ્યુબિલી બાગ અંદરથી સિકંદર શેખને ૨.૯૦ લાખના એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ દબોચ્યો

મુળ અમદાવાદનો શખ્સ રૂખડીયાપરામાં છ માસથી માસી ભેગો રહી મોચીબજાર ખાટકીવાસમાં મટનની દૂકાનમાં મજૂરી કરે છેઃ ઇન્ચાર્જ પીઆઇ બી. ટી.ગોહિલ, ડી. બી. ખેર અને ટીમની કાર્યવાહી : હેડકોન્સ. જીજ્ઞેશ અમરેલીયાની બાતમીઃ અમદાવાદ કે મુંબઇ તરફથી લાવ્યાની શકયતાઃ રિમાન્ડ મેળવવા તજવીજ : 'નો ડ્રગ્સ ઇન રાજકોટ' મિશન અંતર્ગત પોલીસનો વધુ એક સફળ દરોડો

રાજકોટ તા. : શહેરમાં યુવાધનને બરબાદીના રસ્તે ધકેલી દેતાં માદક પદાર્થનું વેંચાણ અટકાવવા 'નો ડ્રગ્સ ઇન રાજકોટમિશન હેઠળ શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત વધુ એક વખત માદક પદાર્થ ઝડપી લેવામાં શહેર એસઓજીને સફળતા મળી છે. જેમાં જ્યુબિલી બગીચા અંદરથી સિકંદર ઇશાકભાઇ શેખ (..૨૧-રહે. રૂખડીયાપરા પંજેતન ચોક પાસે, માસી જુબેદાબેન ગફારભાઇ ચોૈહાણની સાથે, મુળ અલ્લાહનગર દાણીલીમડા નુરાની મહોલ્લો ગલી- અમદાવાદ)ને રૂ. ,૯૦,૦૦૦ના ૨૯ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે પકડી લેવાયો છે.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયાની બાતમીના આધારે જ્યુબિલી બગીચા અંદર દરોડો પાડી બાતમી મુજબના શખ્સને રાઉન્ડઅપ કરી તલાસી લેતાં તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતાં એફએસએલ અધિકારીશ્રી વાય. એચ. દવેને બોલાવી પ્રાથમિક પરિક્ષણ કરાવી -ડિવીઝન પોલીસમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી. ટી. ગોહિલ, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, કિશનભાઇ આહિર, અજયભાઇ ચોૈહાણ, રૂણભાઇ બાંભણીયા, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ અને ડ્રા. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. ઝડપાયેલો સિકંદર છએક મહિનાથી રાજકોટમાં માસી ભેગો રહે છે અને મોચી બજાર ખાટકીવાસમાં મચ્છી-મટનની દૂકાનમાં કામ કરે છે. તે પહેલી વખત ડ્રગ્સ લાવ્યો હોવાનું રટણ કરે છે. અમદાવાદ કે મુંબઇ તરફથી લાવ્યાની શંકાએ આગળની તપાસ -ડિવીઝન પોલીસ કરશે. વિશેષ વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ કરવામાં આવી રહી છે.

(4:24 pm IST)