Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોર્ટમાં થયેલ દાવામાં બેંકને સુચિત પક્ષકાર જોડવાની અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા. ૮: યાજ્ઞિક રોડ ઉપર બીઝનેશ ટર્મીનલમાં દુકાન નં. ૧ર૧ માં મોબાઇલનો બિઝનેશ કરતા કલ્પેશ ધનરાજભાઇ વારીયાની એચ.ડી.એફ.સી. બેન્કને તેમના માતા અને નાના ભાઇએ કરેલ દાવામાં સુચીત પક્ષકાર તરીકે જોડવાની અરજી સીવીલ કોર્ટે રૂ. પ૦૦/-નો કોસ્ટ સાથે અરજી રદ કરેલ છે.

રાજકોટ શહેરમાં ''કલ્પેશ'' ર/૧૮ મનહર પ્લોટ, રાષ્ટ્રીય શાળા પાસે સિલ્વર પેલેસ હોટલ પાછળ રહેતા અંજનાબેન ધનરાજભાઇ વારીયા તથા પ્રેરક ધનરાજભાઇ વારીયાએ કલ્પેશભાઇ ધનરાજભાઇ વારીયા તથા દીપાલીબેન કલ્પેશભાઇ વારિયા વિરૂધ્ધ રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો.

ચાલતા કેસ દરમ્યાન કલ્પેશ તથા તેમના પત્ની દીપાલીબેન રહેણાંક મકાન તથા દુકાન નં. ૧૩૦નો બળજબરીપુર્વક કબજો ખાલી ન કરાવે તે અંગે અંજનાબેન તથા પ્રેરકે કામચલાઉ મનાઇ હુકમ મેળવવા અંગેની અરજી કરેલ અને જે અરજી કલ્પેશભાઇ ધનરાજભાઇ વારીયા તથા દીપાલીબેન કલ્પેશભાઇ વારીયા યેનકેન પ્રકારે કેસ વિલંબ કરી કેસ લંબાવતા હોય અને કેસ લંબાવવા માટે કલ્પેશ દ્વારા એચ.ડી.એફ.સી. બેંક, રાજકોટને દાવામાં જોડવા માટે જે અરજી આપવામાં આવેલ તેના વાંધા પ્રેરક તરફથી રજુ થયેલા અને એચ.ડી.એફ.સી. બેંક પોતાના વકીલશ્રી સાથે હાજર થયેલ ત્યારબાદ પક્ષકારોને સાંભળીને એડી. સીની. સીવીલ જજ શ્રી એસ. એસ. કાલે દ્વારા કલ્પેશની એચ.ડી.એફ.સી. બેંક, રાજકોટને દાવામાં જોડવાની અરજી તા. ર/ર/ર૦ર૧ ના રોજ રદ કરવામાં આવેલ છે અને આવા પ્રકારની અરજી કરવા બદલ કલ્પેશને રૂ. પ૦૦/-નો કોસ્ટનો હુકમ ફરમાવી અરજી રદ કરેલ.

આ કામમાં અંજનાબેન તથા પ્રેરક વતી રાજકોટના એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્યામ પટેલ, વાસુદેવ પંડયા, પ્રશાંત પંડયા, હર્ષ આર. ઘીયા રોકાયેલ હતા.

(3:27 pm IST)