Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા ચીલઝડપના ગુના રોકવા જીઆઇડીસી વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ

સઘન ચેકીંગ : નંબર પ્લેટ વગરના ત્રણ મોટરસાયકલ ડિટેઇન કરાયા

રાજકોટ : થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ કરાઈ હતી જેમાં સઘન ચેકીંગ કામગીરી હાથ ધરાતા ત્રણ વાહનો નંબર પ્લેટ વગરના મળી આવતા ડિટેઇન કરાયા હતા

 પોલીસ કમિશનરના આદેશથી આજે સાંજથી સતત ચાર કલાક સુધી જીઆઇડીસી વિસ્તારમાં ચીલઝડપના બનતા ગુના અટકાવવા માટે થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા નમ્બર પ્લેટ વગરની ગાડીઓને તેમજ શન્કાસ્પદ શખ્સોને  ચેક કરવામાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જેમાં 3 મોટરસાયકલ નમ્બર પ્લેટ વગરની મળી આવતા ડિટેઇન કરવામાં આવી  છે

 

(10:57 pm IST)