Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાજકોટમાં વનરેબલ વિટનીસ સેન્ટરને ખુલ્લુ મુકાયું ન્યાયતંત્ર સાથે સંકળાયેલ યુનીક વસ્તુઓનું પ્રદર્શન યોજાયું

૧૦૦૦ થી વધુ યુનીક આઇટમ પ્રદર્શનમાં મુકાઇઃ ગોંડલના એડવોકેટ ડી.કે. શેઠનું અનેરૂ યોગદાન

આજે ગુજરાત હાઇકોર્ટના રાજકોટ જીલ્લાના યુનિક જજશ્રી અસ.એચ વોરાના હસ્તે 'વનરેબલ વિટનીસ સેન્ટર'નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉદ્ઘાટનના કાર્યક્રમ સાથે ગોંડલના એડવોકેટ ડી.કે. શેઠના અથાગ પ્રયાસ અને છેલ્લા ૫૦ વર્ષોથી ન્યાયતંત્ર સાથે સંકળાયેલ હોય તેવી યુનિક વસ્તુઓનું પ્રદર્શન પણ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજાયું હતું. જેનો રાજકોટ શહેરના લોકો અને વકીલોએ પ્રદર્શન નિહાળીને લાભ લીધો હતો.

આ પ્રદર્શનમાં ભારતીય તેમજ અમેરિકન વર્ષો જુના ચલણી સિક્કાઓ ચલણી નોટ વિવિધ ટીકીટો, ઉપરાંત અસંખ્ય યુનીક વસ્તુઓને ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પ્રદર્શન માટે ખુલ્લી મુકાયેલ હતી.

આજે તારીખ ૮/૨/૨૦૨૦ને શનિવારના રોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રી એસ.એચ.વોરા કે જેઓ રાજકોટના યુનીટ જજ પણ છે. તેઓએ રાજકોટ ખાતે નવનીર્મીત પામેલ 'વનરેબલ વિટનીસ સેન્ટર' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે ગોંડલના એડવોકેટ શ્રી ડી.કે.શેઠ દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર ન્યાયતંત્રમાં વપરાતા વર્ષો જુના 'યુનીક' ગણાતા સ્ટેમ્પ, સ્ટેમ્પ પેપર, કોર્ટ શીલ, દસ્તાવેજો, બુકો વગેરેનું એક પ્રદર્શન યોજેલ જેમાં ૧૦૦૦થી પણ વધુ યુનિક આઇટમો પ્રદર્શન માટે મુકવામાં આવેલ હતી. આ પ્રસંગે રાજકોટના તમામ સિનિયર જુનીયર વકીલશ્રીઓ કાયદાના લો કોલેજના વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા રાજકોટ શહેરની જનતા આજે શનિવારના રોજ રાજકોટના ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે બપોરે ૨: ૦૦થી પ્રદર્શનનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બાર એશોસીએશનના રાજાણી બકુલભાઇ વિનોદરાય (પ્રમુખ), ઇન્દ્રસિંહ ઝાલા (ઉપપ્રમુખ), ડો. જીજ્ઞેશભાઇ જોશી (સેક્રેટરી) , કેતનભાઇ દવે (જોઇન્ટ સેક્રેટરી), રક્ષીતભાઇ કલોલા (ટ્રેઝરર) સંદીપભાઇ વેકરીયા (લાયબેરી સેક્રેટરી) તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર જહેમત ઉઠાવી રહેલ છે.જ્યારે ગોંડલના એડવોકેટ ડી.કે.શેઠે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ન્યાયતંત્રના કર્મચારીઓએ પણ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)
  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST

  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST