Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભાવનગર રોડ અમુલ સર્કલ ફુટપાથ પાસેથી પ્રૌઢની લાશ મળી

જમણા હાથના અંગુઠામાં અંગ્રેજીમાં જીએનઆઇ એમ.યુ. ત્રોફાવેલઃ એક દાંત સોનામાં મઢેલો

રાજકોટ તા. ૮: શહેરના ભાવનગર રોડ  પર અમુલ સર્કલ પાસે જૂના બસ સ્ટેન્ડ પાસે ફુટપાથ પર એક અજાણ્યા પ્રૌઢની લાશ મળી આવતા  થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર અમુલ સર્કલ નજીક જુના બસસ્ટેન્ડ  ના ડેલા પાસે ફુટપાર્થ પર એક ૫૫ વર્ષનો અજાણ્યો પ્રૌઢ બેભાન હાલતમાં પડ્યો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યુ હોવાનુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ  મથકના હેડ કોન્સ. મુકેશભાઇ કરમટા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પ્રૌઢના જમણા હાથના અંગુઠા પર અંગ્રેજીમાં જીએનઆઇએમયુ ત્રોફાવેલ છે. તેનો એક દાંત સોનામાં મઢેલ છે. તેણે ભુખરા અને નારંગી લીટીવાળુ ટીશર્ટ અને કાળો કોટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ પ્રોૈઢના સગા સંબંધી હોઇ તો થોરાળા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ -૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:36 pm IST)