Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આંચકી ઉપડતાં રાજકોટ દાખલ કરાયેલી મોરબી પંથકની યુવતિ કુંવારી મા બની!

ઝનાના હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યોઃ યુવતિ હજુ બેભાન હાલતમાં

રાજકોટ તા. ૮: મોરબી પંથકના નેસડા વિસ્તારમાં રહેતાં મજુર પરિવારની  યુવતિને આંચકી ઉપડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તબિબી તપાસમાં તેના પેટમાં પુરા માસનો ગર્ભ હોવાનું જાહેર થતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. યુવતિને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીએ પુત્રને જન્મ આપ્યો છે.

આ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. યુવતિના માતા-પિતા પાસેથી પોલીસે માહિતી મેળવવા કાર્યવાહી કરી હતી. પરંતુ યુવતિના પેટમાં કોનો ગર્ભ હતો? જન્મલેનાર બાળકનો પિતા કોણ? તેની માહિતી બહાર આવી નથી. યુવતિ બેભાન હોઇ તેનું નિવેદન લઇ શકાયું નથી. યુવતિ અને તેના પરિવારજનો મુળ મધ્યપ્રદેશના વતની છે. કેટલાક વર્ષથી મોરબી પંથકમાં રહી મજૂરી કરે છે. યુવતિ કોઇ દૂષ્કર્મનો ભોગ બની કે પછી પ્રેમી થકી સગર્ભા બની? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:35 pm IST)