Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બજેટનું કદ ન વધે પરંતુ સુવિધા ભારોભર વધે તેવો હશે શાસક પક્ષનો અંદાજ

સોમવારે સ્ટે.કમિટિ ચેરમેન ઉદય કાનગડ નવા નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના મ્યુ.કોર્પો.ના બજેટ ને બહાલી આપશે

રાજકોટ, તા., ૮:  નવા નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ નું મ્યુ. કોર્પોરેશન બજેટ મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે સ્ટેન્ડીંગ કમીટીને  ગત શનીવારે સુપ્રત કર્યા બાદ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષસ્થાને મળેલી કમીટીએ ર૦-ર૦ની ઝડપે બજેટનો અભ્યાસ પુર્ણ કરીને મોટા ભાગની વહીવટી ગુંચને ઉકેલી નાખી છે. હવે તા.૧૦ને સોમવારે આ બજેટને કમીટી મંજુરીની મહોર લગાવીને જનરલ બોર્ડની મંજુરી માટે મેયર બીનાબેન  આચાર્યને સુપ્રત કરી દેશે.સ્ટેન્ડીંગ કમિટીએ બજેટના  મૂળ ૨૧  ૨૧ અબજના  કદમાં બહુ મોટો વધારો પણ નવાય થતા નાગરિકોને આરોગ્ય - શિક્ષણ - સફાઇ પાણી સહિતની સુવિધાઓ  વધુને વધુ મળે તે પ્રકારના સુધારા-વધારા   બજેટમાં કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

આ અંગે શ્રી કાનગડે જણાવ્યું હતું કે બજેટનાં વહીવટી આર્થિક સુધારા-વધારા કરી આવક-જાવકનો તાળો મેળવી લેવાયો છે.

હવે  ખાસ કરીને નવા ભેળવાયેલ વિસ્તારો તેમજ વિકસીત વિસ્તારોમાં નવા કોમ્યુનીટી હોલ, બાગ-બગીચા, ઉપરાંત ધ્યાનાકર્ષક યોજનાઓ પાણી વિતરણ નેટવર્ક, નવા રોડ-રસ્તા, નવી શાળાઓ, આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધા છેવાડાનાં માનવી સુધી પહોચે તે પ્રકારની યોજનાઓ સમાવાઇ છે. સંભવત બજેટનું ર૧ થી રર અબજ આસપાસનું રહે તેવી શકયતાઓ છે.

આવકના લક્ષ્યાંકમાં વધારો

નોંધનીય છે કે નવી યોજના ઉમેરવા માટે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મકાન વેરો, વાહન વેરો, હોર્ડીંગ્સ બોર્ડ, જમીન વેચાણ વગેરે આવકનાં સ્ત્રોતનાં લક્ષ્યાંકોમાં વધારો કરે તેવી સંભાવના છે.

(3:34 pm IST)