Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ધિ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક અવ્વલ નંબરે

ભારતભરની કો-ઓપરેટીવ બેંકોમાં નેશનલ કક્ષાનો બેસ્ટ પરફોર્ર્મન્સ એવોર્ડમાં: રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સેરેમનીમાં રાષ્ટ્રની ફલક ઉપર શ્રેષ્ઠતા પુરવાર કરવી એ બેંક માટે ગૌરવની બાબત કહેવાયઃ મનસુખભાઇ પટેલ (ચેરમેન): ડો.પુરૂષોતમ પીપરીયાની સુજબુજ અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થકી બેંકની સિધ્ધીઓ આ મુકામ પર પહોંચી છેઃ ડો. બીનાબેન કુંડલીયા (એમ.ડી.): પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલીયાના ગ્રાહક સેવાના સિંધ્ધાતને અનુસરી બેંકને ટોચનું સ્થાન પ્રાપ્ત કરવાની સિધ્ધી હાંસલ થઇ છેઃ ડો. પુરૂષોતમ પીપરીયા (સીઇઓ-જનરલ મેનેજર)

રાજકોટઃ 'બેંકો' મેગેઝીન અને 'ગેલેકક્ષી ઇનમા' દ્વારા ગોવા, કલંગુટ મુકામે રીયો રીસોર્ટમાં ૩–દિવસનું 'બ્લુ રીબન સેરેમની એન્ડ એડવાન્ટેજ સમીટ'નું આયોજન કરવામાં આવેલ. સદર સમીટના અંતમાં ભારતભરની કો–ઓપરેટીવ બેંકોને અલગ–અલગ કેટેગરીમાં સને ર૦૧૮–૧૯ ના વર્ષ માટે બેસ્ટ પરર્ફોમન્શનો અવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ પ્રતિષ્ઠા ભર્યા એવોર્ડમાં માટે પપ૦ થી વધુ અર્બન બેંકોના નોમીનેશન થયેલ હતા. જે પૈકી જયુરી ટીમે અલગ–અલગ કેટેગરીમાં સારી અને બેંકની વિકાસલક્ષી પ્રવૃતીમાં શ્રેષ્ઠ પરર્ફોમન્સ હાંસલ કરેલ તેઓને એવોર્ડ માટે સીલેકટ કરેલ હતી. જેમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો–ઓપ. બેંક લી., રાજકોટ ને પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

 સહકારી ક્ષેત્રેનું રાષ્ટ્રીય કક્ષાનું એવીયેસ પબ્લીકેશન–કોલ્હાપુરથી પ્રસિઘ્ધ થતુ 'બેંકો' મેગેઝીન અને 'ગેલેકક્ષી ઇનમા' કે જે પબ્લીક, પ્રાઇવેટ અને કો–ઓપરેટીવ સેકટરમાં હરીફાઇ અને પડકારો ના  પ્રવર્તમાન સમયમાં ઉત્ત્।મ કસ્ટમર સર્વિસ કેમ પુરી પાડી શકાય તેમજ કો–ઓપરેટીવ બંંકોની વર્કીંગ પ્રોસેસની ચકાસણી અને કઇ જગ્યાએ લુફોલ્સ છે તે અંગે ઘ્યાન દોરવુ અને બેંકની કામગીરી આર.બી.આઇ. ના માર્ગદર્શિકા, બેંકની પોલીસી વિગેરેને ઘ્યાનમાં રાખી કરવામાં આવે છે કે કેમ? તે બાબતો ચેક કરી સુચનો કરે છે તેમના દ્વારા ભારતભરની કો–ઓપરેટીવ બેંકો પાસેથી બેંકીંગ ફાઇનાન્સીયલ  વિગતો સાથે નોમીનેશન મંગવવામાં આવે છે.

 સદર નોમીનેશન સાથે બેંકોના તમામ પ્રકારની નાણાંકીય પરિસ્થીતી અને પાસાઓનું મુલ્યાંકન બેંકીંગ ક્ષેત્રના તજજ્ઞ જયુરી કરતા હોય છે. આ જયુરી ટીમમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ અધિકારીઓ અને દેશની પ્રથમ હરોળની કલ્યાણ જનતા બેંકના સી.ઇ.ઓ. અતુલ ખીલવાડકર સાહેબ સેવા આપી રહેલ છે આ જયુરી પેનલ બેંકોના તમામ પાસાઓ ચકાસી ૭૦% થી વધારે માર્કસ મેળવતી બેંકોને એવોર્ડ એનાયત કરતી હોય છે જેમાં દેશભરની બેંકોએ કરેલ નોમીનેશન માંથી ઉત્કૃષ્ટ પરીણામલક્ષી કામગીરી કરવા બદલ આર.સી.સી. બેંકની પ્રથમ પસંદગી ઉતારી હતી તે માત્ર રાજકોટની નહીં સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન બાબત કહી શકાય.

 આ ઐતીહાસીક એવોર્ડ સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ અધિકારી કે જેઓએ સને ૧૯૬પ માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે તેવા શ્રી શરદ ભાગવતજી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેની સાથે બેંકો મેગેઝીનનાં ચીફ એડીટર અવિનાશ સિન્થ્રે તેમજ ગેલેકસી ઇનમાના ડિરેકટર અશોક નાયક ડાયસ ઉપર ઉપસ્થિત રહેલ.

 ગોવાની પંચતારક હોટલમાં આ ઐતીહાસીક એવોર્ડ સેરેમનીમાં બેંકના ચેરમેન શ્રી મનસુખભાઇ પટેલ, એમ.ડી. શ્રી બીનાબેન કુંડલીયા, સીઇઓ એન્ડ જનરલ મેનેજર પુરૂષોત્ત્।મ પીપરીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા હાજર રહેલ. એવોર્ડ સમારંભની સાથે સાથે બેંકીંગ ને લગતા વિષયો ઉપર બે દિવસ ટે્રનીંગ સેમીનાર પણ રાખવામાં આવેલ. જેમાં દેશભરમાંથી ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કોર બેંકીંગ સોલ્યુશનના તજજ્ઞો તેમજ પ્રવર્તમાન સમયમાં ફાઇનાન્સીયલ સેકટરમાં જે સળગતો પ્રશ્ન છે તે સાયબર સીકયુરીટીના વિષય ઉપર તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ એન.પી.એ. ના વિષય ઉપર ઓપન પેનલ ડિસ્કશન રાખવામાં આવેલ. જેમાં દેશભરની આવેલ બેંકોના પ્રતિનિધીઓ માંથી માત્ર પાંચ પ્રતિનિધીને બોલાવવામાં આવેલ. તે પૈકી સીલેકશન ટીમે ધિ રાજકોટ કોમર્શિયલ કો–ઓપ. બેંક લી. ના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલાને પેનલ ડિસ્કશન માટે ડાયસ ઉપર આમંત્રીત કરેલ. પેનલ ડિસ્કશનના અંતે હાજર પાર્ટીશીપેન્ટએ સર્વે પેનલીસ્ટને તાળીઓના ગડગડાટથી વધાવી સ્ટેન્ડીંગ ઓવેશન આપેલ તેમજ એન.પી.એ. ના ચર્ચાયેલ મુદાઓને વધુ ઉંડાણ પૂર્વક ચર્ચા કરવા પીપરીયા સાહેબને જણાવતા તેઓએ આ અંગે પાર્ટીશીપેન્ટને વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ.

 આ એવોર્ડ બેંકના પૂર્વ ચેરમેન શ્રી જયંતિભાઇ કુંડલીયાના ચરણોમાં અર્પણ કરતા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ સહીત તમામ કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી. 

   પ્રસ્તુત તસ્વીરમાં બેંકસ એવોડ ં સ્વીકારતા અને પ્રતીભાવ આપતા આર.સી.સી. બેંકના એમ.ડી. ડો. બીનાબેન કુંડલીયા, ચેરમેનશ્રી મનસુખભાઇ પટેલ, સી.ઇ.ઓ ૬ જનરલ મેનેજર ડો. પુરૂષોત્ત્।મ પીપરીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા દ્રષ્ટિગોચર થાય છે.

(3:29 pm IST)
  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST

  • જામનગરમાં પ્લાસ્ટિક બેંગલ બનાવતા યુનિટમાં ભીષણ આગ ભભૂકી : લીંડીબજારમાં મણિયાર શેરીમાં રહેણાંકમાં કાર્યરત પ્લાસ્ટિક બેંગલના નાના યુનિટમાં આગ ફાટી નીકળી : આગની જવાળા સાથે ધુમાડાના ગોટેગોટા access_time 9:10 pm IST