Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રેપીડેકશન ફોર્સ અને યુનિવર્સિટી પોલીસે ફલેગ માર્ચ યોજી

રાજકોટઃ રેપીડેએકશન ફોર્સ વસ્ત્રાલય અમદાવાદની એક પ્લાટુન સહાયક કમાન્ડર રામાનંદ પ્રસાદની આગેવાનીમાં રાજકોટમાં આવી છે. આર.એ.એફ.ની આ બટાલીયન નિયમીત અભ્યાસના ભાગરૂપે તા.૧૦ મી સુધી રાજકોટમાં રહી અલગ-અલગ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ ઇન્ચાર્જ અને તેમની ટીમ સાથે બેઠક યોજી જે તે પોલીસ મથક હેઠળનાં સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારોની માહીતી મેળવશે. આસીસ્ટન્ટ કમાન્ડર રામાનંદ પ્રસાદ તથા તેમની આર.એ.એફ પ્લાટુનના કુલ ૪પ જવાનો તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકુરની રાહબરી હેઠળ સ્ટાફ સાથે સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, રામાપીર ચોકડીથી રૈયાધાર ચોકડીથી રૈયાધાર સ્લમ કવાર્ટર સુધી ફલેગ માર્ચ કરવામાં આવી હતી.

(3:27 pm IST)