Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પ્રબુધ્ધો સાથે પોલીસની ગોષ્ઠી

સમાજની દરેક વ્યકિત કાયદાની મર્યાદામાં રહી પોલીસ તંત્રને કઇ રીતે સહયોગી બની શકે તે માટે ચર્ચા વિચારણા કરવા પ્રબુધ્ધોની મીટીંગ મળી હતી. માસીક મિલન પ્રબુધ્ધ ગોષ્ઠી અંતગૃત મળે આ મીટીંગમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ર, મનોહરસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. કાર્યક્રમમાં માસિક મિલન પ્રબુધ્ધ ગોષ્ઠિના સર્વશ્રી ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. એન. ડી. શીલુ, દીપકભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)
  • શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદજીએ કહ્યું કે આરએસએસ-વિશ્વ હિન્દૂ પરિષદ સનાતન ધર્મને બગાડવાનું કાર્ય કરી રહ્યાં છે,તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં સરકારી વ્યક્તિ સામેલ છે જે મંદિર બનાવી શકે નહીં,ભગવાન શિવે જે સ્વરૂપના દર્શન કર્યા હતા તે રામલલાની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ access_time 11:22 pm IST

  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST

  • પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલું પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું : મુસ્લિમ ધર્મગુરુઓ ,સરકારી અધિકારીઓ ,તેમજ હિન્દૂ અને શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં બલુચિસ્તાનના જોબ જિલ્લામાં આવેલા મંદિરની ચાવી સોંપતી વખતે સમારોહનું આયોજન કરાયું : મંદિરમાં ચાલતી પ્રાથમિક શાળા અન્ય જગ્યાએ ખસેડાશે . access_time 8:35 pm IST