Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રેપિડ એકશન ફોર્સની પ્ર.નગર પોલીસ મથક એરિયામાં ફલેગ માર્ચ

રેપિડ એકશન ફોર્સ (આરએએફ)ની શહેરના તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ સાથે બેઠક યોજી બાદમાં જે તે વિસ્તારના સંવેદનશિલ, અતિસંવેદનશીલ એરિયામાં ્ફલેગ માર્ચ યોજવામાં આવી રહી છે. તે અંતર્ગત ગઇકાલે આરએએફના આસી. કમાન્ડન્ટ શ્રી રામાનંદ પ્રસાદે પ્ર.નગર પીઆઇ વી.એસ. વણઝારા સાથે બેઠક યોજી હતી. એ પછી પીએસઆઇ કે. ડી. પટેલ અને સ્ટાફ આરએએફની પ્લાટૂનની સાથે રહી ભીસ્તીવાડ, જંકશન પ્લોટ મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી.

(3:26 pm IST)