Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આજી જીઆઇડીસીમાં ચેતન પ્રજાપતિનો મોબાઇલ ફોન બે બુકાનીધારી ખેંચી ગયા

કારખાનેથી છુટી ઘરે જતો'તોઃ ફોન રિસીવ કરવા ખિસ્સામાંથી બહાર કાઢતા જ ખેંચાઇ ગયો

રાજકોટ તા. ૮: આજી જીઆઇડીસીમાં ૮૦ ફુટ રોડ તરફ સાઇકલ પર જઇ રહેલા પ્રજાપતિ યુવાને રિસીવ કરવા માટે ખિસ્સામાંથી ફોન કાઢતાં જ બાઇક પર આવેલા બે બુકાનીધારી ફોન ખેંચી ભાગી જતાં ફરિયાદ નોંધાવાઇ છે.

થોરાળા પોલીસે આ બનાવમાં ભાવનગર રોડ પર ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૧માં રહેતાં અને આજી જીઆઇડીસીમાં એચ. કે. ટાઇમ નામના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતાં ચેતન ગોવિંદભાઇ ઉપરા (ઉ.૨૮) નામના પ્રજાપતિ યુવાનની ફરિયાદ પરથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ચેતન સાંજે સાતેક વાગ્યે કારખાનેથી છુટીને ઘર તરફ સાઇકલ હંકારીને જતો હતો. ત્યારે માટેલ ચોકથી ૮૦ ફુટ રોડ તરફ જવાના રસ્તે આળગ પહોંચતા ફોનમાં રીંગ આવતાં તેણે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો હતો. હજુ કાન પર મુકી વાત કરે ત્યાં જ પાછળથી બે શખ્સ બાઇક પર આવ્યા હતાં અને ફોનની ઝોંટ મારી ભાગી ગયા હતાં.

આ વખતે એક બીજા ભાઇ બાઇક લઇને નીળકતાં ચેતને તેની સાથે બેસી ચિલઝડપકારોનો પીછો કર્યો હતો. પરંતુ બંને આજી જીઆઇડીસીના ગેઇટની ડાબી બાજુ હુન્ડાઇના શો રૂમ તરફ થઇ ભાગી ગયા હતાં. બંનેએ મોઢે રૂમાલ બાંધેલો હતો અને સફેદ જાકીટ પહેર્યા હતાં. વીવોનો રૂ. ૫૫૦૦ની કિંમતનો ફોન હતો. થોરાળા પીએસઆઇ એ. એલ. બારસીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:44 am IST)
  • પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલું પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું : મુસ્લિમ ધર્મગુરુઓ ,સરકારી અધિકારીઓ ,તેમજ હિન્દૂ અને શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં બલુચિસ્તાનના જોબ જિલ્લામાં આવેલા મંદિરની ચાવી સોંપતી વખતે સમારોહનું આયોજન કરાયું : મંદિરમાં ચાલતી પ્રાથમિક શાળા અન્ય જગ્યાએ ખસેડાશે . access_time 8:35 pm IST

  • અમદાવાદમાં ઘરમાં સીસીટીવી લગાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો : નવરંગપુરા વિસ્તારમાં ઘરની અંદર સીસીટીવી લગાવાને લઇને પતિ પત્ની વચ્ચે ડખ્ખો :પતિ અને પત્નીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી:સીસીટીવી લગાવાની ના પાડતા પતિએ તેની પત્નીને માર માર્યો :પતિએ બંનેનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોવાની વાત કરીને સીસીટીવી લગાવવા આવનાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી access_time 12:37 am IST

  • જામનગરમાં પ્લાસ્ટિક બેંગલ બનાવતા યુનિટમાં ભીષણ આગ ભભૂકી : લીંડીબજારમાં મણિયાર શેરીમાં રહેણાંકમાં કાર્યરત પ્લાસ્ટિક બેંગલના નાના યુનિટમાં આગ ફાટી નીકળી : આગની જવાળા સાથે ધુમાડાના ગોટેગોટા access_time 9:10 pm IST