Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

એકટીવામાં ૩૦ લિટર દારૂ સાથે મહેક પકડાયોઃ સલિમ ઉર્ફ ગધાની શોધ

રાજકોટ તા. ૮: ભકિતનગર પોલીસે બાપુનગર મેઇન રોડ સ્મશાન પાસેથી મહેશ કરસનભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૫-રહે. કુબલીયાપરા મચ્છી ચોક)ને એકટીવા જીજે૦૩એચડી-૧૦૦૫માં રૂ. ૬૦૦નો દેશી દારૂ રાખી નીકળતાં પકડી લીધો હતો. આ દારૂમાં જંગલેશ્વર કવાર્ટરના સલિમ ઉર્ફ ગધાનું નામ ખુલતાં તેની શોધ થઇ રહી છે. એસીપી એચ.એલ. રાઠોડ અને પીઆઇ વી. કે.ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ જેબલીયા, વિક્રમભાઇ, મહેન્દ્રસિહ, વાલજીભાઇ, ભાવેશભાઇ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રવિરાજભાઇ અને વિશાલભાઇની બાતમી પરથી કામગીરી થઇ હતી.

અન્ય દરોડામાં દેશી સાથે ચાર પકડાયા

ખોખડદળ ગામથી પડવલાના રસ્તે ઝૂપડામાં રહેતી ગુલાબ દિનેશ સાડમીયાને રૂ. ૧૦૦ના દારૂ સાથે, આંબેડકરનગર-૧૩માંથી સુરેશ કાંતિલાલ બાબરીયાને રૂ. ૨૨૦ના દારૂ સાથે, પુનિતનગર પાસેથી શકિતસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. ૧૪૦ના દારૂ સાથે, આજી વસાહત ખોડિયારપરાની પ્રભા બાબુ સોલંકીને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે પોલીસે પકડ્યા હતાં.

(11:43 am IST)