Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભગવતીપરામાં ઘોડીપાસાના પાટલા પર દરોડોઃ ૬ શખ્સ પકડાયાઃ એઝાઝ ખિયાણી ભાગી ગયો

બી-ડિવીઝન પોલીસે દરગાહ નજીક પટમાંથી દિપક ઉર્ફ દિપો સોલંકી, રવિ, અલ્તાફ, મહમદ, મયુર, યુસુફને પકડી રૂ. ૨૬૪૭૦ની રોકડ કબ્જે કરી

રાજકોટ તા. ૮: ભગવતીપરા આશાબાપીરની દરગાહ નજીક આજી નદીના પટ પાસે જાહેરમાં ઘોડીપાસાનો પાટલો ચાલુ થયાની માહિતી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ૬ શખ્સોને પકડી લઇ રૂ. ૨૬૪૭૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડો પડતાં એક શખ્સ નાશી ગયો હતો.

પોલીસે દિપક ઉર્ફ દિપો કિશનભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૧-ભગવતીપરા, જીયાબેનના મકાનમાં, મુળ સાણંદ હોળી ચકલા), રવિ કાળુભાઇ રામાવત (બાવાજી) (ઉ.૧૮-રહે. કેસરી પુલ પાસે બાલાજી કોલ્ડ્રીંક નજીક નરસંગપરા), અલ્તાફ ઉર્ફ બાપુ હૈદરમિંયા કાદરી (મુસ્લિમ) (ઉ.૫૨-રહે. રૈયા રોડ નહેરૂનગર-૫), મહમદ અલારખાભાઇ ઠેબા (મુસ્લિમ) (ઉ.૫૫-રહે. બેડીપરા સુગર મીલ પાસે અક્ષરધામ સામેની શેરી) તથા મયુર મનસુખભાઇ પ્રજાપતિ (ઉ.૩૫-રહે. રાજનગર-૩, નાના મવા રોડ) અને યુસુફ હબીબભાઇ ખેભર (મુસ્લિમ) (ઉ.૪૨-રહે. મોચીનગર-૨)ને પકડી લઇ ઘોડીપાસા તથા ૨૬૪૭૦ની રોકડ કબ્જે કરી હતી. દરોડો પડતાં એઝાઝ ખિયાણી નામનો શખ્સ ભાગી ગયો હતો.

ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હરપાલસિંહ જાડેજા, મનોજભાઇ મકવાણા, મહેશભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(11:43 am IST)