Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સોમવારે સ્ટેન્ડીંગ બજેટ મંજુર કરશેઃ નવો કરબોજો નાબુદ

ર૦પ૭ કરોડનાં બજેટમાં વેરા આવક જમીન વેચાણ આવકનાં લક્ષ્યાંકો વધારાશેઃ નવા બ્રીજ-નવા બગીચા સહીતની યોજનાઓ ઉમેરાશેઃ ચેરમેન ઉદય કાનગડ દ્વારા બજેટની વિસ્તૃત વિગતો જાહેર કરાશેઃ ૧૯મીએ જનરલ બોર્ડ મંજુર કરશે

રાજકોટ તા. ૮ :.. મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦૧૯-ર૦ ના ર૦પ૭.૪ર કરોડનાં બજેટને આગામી તા. ૧૧ ને સોમવારે સ્ટેન્ડીંગ કમીટી લીલીઝંડી આપશે. મ્યુ. કમિશ્નરે નવો વોટર ટેક્ષ સહિત ૧૬ાા કરોડનો નવો કરબોજો  નાખ્યો હતો. જેને સ્ટેન્ડીંગ કમીટીએ નામંજૂર કરવાની જાહેરાત અગાઉથી જ કરી નાખી છે. તેથી કમીટી દ્વારા મંજૂર થનાર બજેટ હળવા કરબોજા વાળુ હશે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી તા. ૧૧ મીએ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર થનાર બજેટમાં નવા વોટર ટેક્ષને નાબુદ કરવા ઉપરાંત અન્ય નવા કરબોજાને પણ નાબૂદ કરાશે.

જયારે આવક બાજાુને મજબુત કરવા વેરા આવક જમીન વેચાણ સહિતની આવકોનાં લક્ષ્યાંકો વધારાશે.

ઉપરાંત નવા બ્રીજ, નવા બગીચા સહિતની નવી યોજનાઓનો ઉમેરો કરીને ર૦પ૭ કરોડ આસપાસનુ જ બજેટ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરાશે.

સોમવારે પત્રકાર પરિષદમાં ચેરમેન ઉદય કાનગડ દ્વારા મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ર૦૧૯-ર૦ નાં મંજૂર કરાયેલ બજેટની વિસ્તૃત માહીતી રજૂ કરશે. અને સંભવત આગામી ૧૯ મીએ જનરલ બોર્ડમાં આ બજેટને મંજૂર કરી દેવાશે. (પ-૩ર)

 

(3:57 pm IST)