Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સમાજ સેવકોનું સન્માન

તાજેતરમાં યુથ ફોર ડેમોક્રેસીનાં ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં યુવા પ્રવૃતિમાં યોગદાન આપી રહેલા યુથ ફોર ડેમોક્રેસીનાં પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાનું સાલ ઓઢાડીને સન્માન રાજેશભાઇ ગોંડલીયાએ કરેલ તથા સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણીનું સન્માન મહેશભાઇ મહેતાએ કરેલ હતુ. આ પ્રસંગે મ્યુ. કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, જિમ્મીભાઇ અડવાણી, પ્રિ. ડો. યજ્ઞેશભાઇ જોશી, પ્રા. જે. એમ. પનારા, એડવોકેટ પથિકભાઇ દફતરી, યશવંતભાઇ ગોસ્વામી, પ્રિ. કે. એમ. માવાણી, જયવંતભાઇ ચોવટિયા, પ્રા. રામ ઉપસ્થિત રહ્યા હતા. (૧૧.૪)

 

(2:40 pm IST)