Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

નર્મદા ડેમનું પાણી કાળુ કેમ થયું? ડેમના પેટાળમાં ભુકંપના આંચકાથી પાણીમાં ઝેરી ગેસ ભળ્યાનું તારણ

પાણીમાં રહેલા ઓકિસજનનું પ્રમાણ ૪.૨ એમજીથી ઘટીને ૧-૨ એમજી થયું

છેલ્લા કેટલાક દિવસોથી નર્મદાનું   પાણી કાળું થઈ ગયું છે. થોડાક સમય પહેલા જ ડેમમાં મોટી સંખ્યામાં મૃત  માછલીઓ પણ મળી આવી હતી. જે બાદ પાણીની ગુણવત્ત્।ાને લઈને શંકા ઊભી થઇ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડેમના પાણીની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસને અંતે એવું કારણ અપાયુ છે કે, નદીના પેટાળમાં થયેલી ભૌગોલિક પ્રવૃત્ત્િ।ઓના કારણે ડેમના  રિઝર્વ વોયરમાં ટોકિસક ગેસ પાણીમાં   ભળ્યો હોવાથી આવું થઈ શકે છે. તેમ અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયું છે. ડેમના પેટાળમાં થતી ભૌગોલિક  પ્રવૃત્ત્િ।ઓના કારણે ટોકિસક ગેસ રિલીઝ  થયો હોય જે પાણીમાં ભળતા પાણીમાં રહેલા ઓકિસજનનું પ્રમાણ ઘટયું છે અને પાણી કાળુ થયુ છે. પાણીમાં ઓકિસજનનું પ્રમાણ ૪.૨ એમજી/લિટર હોવું જોઇએ. જે પાણીમાં રહેતા જળચર પ્રાણીઓના જીવન માટે જરૂરી છે. પરંતુ હાલ તે ઘટીને ૧થી ૨ એમજી/લિટર થઇ ગયું છે. જેના કારણે જળચર પ્રાણીઓના મોત થઇ રહ્યા છે. જીપીસીબી દ્વારા અંતિમ તારણ સુધી પહોંચવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લી. ને ડેમના પેટાળમાંથી પાણીના નમૂના લઈ સંશોધન કરવા જણાવાયું છે. 

નર્મદા મુખ્ય કેનાલનું પાણી સુરક્ષિત છેઃ નિતિન પટેલ

ડે. સીએમ નિતિન પટેલે જણાવ્યું હતુ કે, ડેમ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં પીવા માટે તેમજ ખેતી માટે છોડવામાં આવેલુ ૧૭ હજાર કયુસેક પાણી સુરક્ષીત છે.

૨ જીલ્લાના ૧૩૮ ગામોમાં પાણી બંધ કરાયું

ચીફ સેક્રેટરી જે.એન. સિંગે જણાવ્યું હતુ કે, સલામતીના ભાગ રૂપે હાલમાં નર્મદા અને છોટાઉદેપુર જીલ્લાના ૧૩૮ ગામોમાં પાણીનો સપ્લાય અટકાવી દેવામાં આવ્યો છે. તેવુ પ્રસિધ્ધ થયું છે. (૪૦.૩)

(2:35 pm IST)