Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ચૂંટણી દેખાઇ...

કોંગી કોર્પોરેટરોનાં વોર્ડમાં પણ પાણી અને રસ્તાનાં કામો મંજૂરઃ ધડાધડ ટેન્ડરો પ્રસિધ્ધ

વોર્ડ નં. ૧૧ માં પેવીંગ બ્લોક રોડનાં કામોનું ટેન્ડર પ્રસિધ્ધઃ વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા વિસ્તારમાં ઘરે-ઘરે નળ કનેકશન માટે ૩.૩ર કરોડ, ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા., ૭: લોકસભાની ચુંટણી નજીક આવતા જ કોર્પોરેશનના શાસકો દ્વારા પેવીંગ બ્લોક, પાઇપ લાઇન સહિતના વિકાસ કામોના ટેન્ડરો ધડાધડ પ્રસિધ્ધ કરવામાં આવી રહયા છે. વોર્ડનં. ૧૮માં ડીઆઇ પાઇપ લાઇન તથા વોર્ડ નં.૧૧ માં પેવીંગબ્લોક અને બાકડાના ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ  શહેરના  વોર્ડ નં. ૧૮માં આવેલ કોઠારીયા રોડ વિસ્તારમાં ઘરે-ઘરે પાણીની લાઇન ૩.૩ર કરોડના ખર્ચે નાખવામાં આવશે. આ કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.  શહેરના વોર્ડ નં. ૧૧ માં આવેલ અક્ષર વાટીકા સોસાયટી, શકિતનગર સહિતના વિસ્તારોમાં પેવીંગ બ્લોક તથા ન્યુ ગાંધી સોસાયટીમાં સિમેન્ટ, બાંકડા નાંખવામાં આવશે. આ કામ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે વોર્ડ નં.૧૧ માં  કોંગી કોર્પોરેટરાનાં વોર્ડમાં શાસકોએ ધડાધડ કામો હાથ ધર્યા છે તેમ ચર્ચાઇ રહયું છે.

(3:35 pm IST)