Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અટીકા-ગોંડલ રોડ જકાતનાકા પાસે ૪ દૂકાનમાં ચોરી

રાત્રીના અઢીથી સાડા ત્રણ સુધી બે બુકાનીધારીએ ગેલેકસી ઓટો સેલ્સ, ક્રિષ્ના ગેસ એજન્સીમાંથી હાથફેરો કર્યોઃ નાગેશ્વર ટૂલ્સ અને ભાવીન ઓટોમાં પ્રયાસઃ પોલીસે ફૂટેજ પરથી તપાસ શરૂ કરી

જ્યાં તસ્કરો ત્રાટકયા એ ચારેય દૂકાનો દેખાય છે, શટર ઉંચકાવી હાથફેરો કરાયો હતો. ઇન્સેટમાં સીસીટીવીમાં તસ્કર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે. ઢેબર રોડ અટીકા ફાટક નજીક ગણેશ હોટેલ પાસે બે દૂકાનમાં અને ગોંંડલ રોડ પર જકાતનાકા પાસે બે દૂકાનમાં ત્રાટકેલા બે બુકાનીધારી અગિયારેક હજારની રોકડ ચોરી ગયા છે. બે બુકાનીધારી તસ્કર સીસીટીવીમાં દેખાયા હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અટીકા ફાટક પાસે આવેલી રાજેશભાઇ નાથાભાઇ વાઘમસી (આહિર)ની ગેલેકસી ઓટો સેલ્સ નામની દૂકાનનું શટર ઉંચકાવી તસ્કરો રૂ. ૪૦૦૦ રોકડા ચોરી ગયા છે. રાત્રે અઢીથી સવા ત્રણ સુધીના ગાળામાં આ ચોરી થઇ હતી. સોએક મિટર દૂર આવેલી હસુભાઇ બોરીચાની ક્રિષ્ના ગેસ એજન્સીમાં પણ આ બંને તસ્કર ત્રાટકી રૂ. ૭૪૦૦ ચોરી ગયા છે.

આ ઉપરાંત ગોંડલ રોડ પર જકાતનાકા પાસે જીમ્મી પાર્કમાં આવેલી નિલેષભાઇ અમીપરા (પટેલ)ની નાગેશ્વર ટૂલ્સ ટ્રેડર્સમાંથી ધર્માદા માટેની રૂ. ૪૦૦ જેટલી રકમની ચોરી થઇ છે. આ દૂકાનની ઉપરના ભાગે આવેલી વડગામા ભાઇની ભાવીન ઓટો નામની દૂકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. ભકિતનગર અને માલવીયાનગર પોલીસને ચોરીના બનાવની જાણ થતાં ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

(4:54 pm IST)