Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પ્રજા ઉપરનો ૪૪ કરોડનો કરબોજો હળવો કરવા કવાયતઃ પાણી વેરામાં વધારો ફગાવાશે કે યથાવત રહેશે ? કાલે ફેંસલો

કાલે સ્ટેન્ડીંગ કમિટી બજેટને મંજૂર કરશેઃ સતત ત્રીજુ બજેટ મંજુર કરનાર ત્રીજા ચેરમેન થશે પુષ્કર પટેલઃ પાણી વેરો ગાંધીનગરથી નક્કી થશે ?! વાહન વેરામાં કેટેગરી મુજબ થશેઃ કાર્પેટ વેરામાં રહેણાંકના દરો ઘટાડાશેઃ નવી યોજનાઓ ઉમેરી બજેટના કદમાં ફેરફારોઃ બજેટ સબંધી દરખાસ્તો સહિત કુલ રર દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ તા.૮ : મ્યુ.કોર્પોરેશનનું વર્ષ-ર૦૧૮-૧૯નું નવુ બજેટ અને વર્ષ-ર૦૧૭-૧૮૭ રિવાઇઝડ બજેટ આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થનાર છે ત્યારે સૌની મીટ મ્યુ.કમિશ્નરે સુચવેલ પાણી વેરાના બમણા વધારા ઉપર છે. શાસક પક્ષ ભાજપ પણ આ મુદે ભારે મુંઝવણમાં મુકાયો છે અને પાણી વેરામાં આર્થિક વધારો કરવો કે ફગાવી દેવો ? તે બાબતનો મિલ્કત વેરામાં વળતર, પાણી વેરાના દર નક્કી કરવા સહિતની દરખાસ્તો ઉપરાંત મેરેથોનના રેસ ડાયકેકટર અને મેરેથોનનું આયોજન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મારફત કરાવવા સહિત કુલ રર દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

આખરી નિર્ણય ગાંધીનગરમાં બેઠેલા અનુભવી મોવડીઓ ઉપર છોડી દીધો હોવાનુ જાણવા મળ્યુ છે.

આવતીકાલે તા.૯ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં બજેટ સબંધી કાર્પેટ એરીયા વેરા પધ્ધતિ, સામાન્ય કરવેરા-શિક્ષણ ઉપકર નક્કી કરવા ખુલ્લા પ્લોટનો ટેક્ષ નક્કી કરવા. નોંધનીય છે કે મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીએ ર૦૧૮-૧૯૭ કુલ રૂા.૧૭.ર૭ અબજનું બજેટ સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી માટે રજુ કર્યુ હતુ. જેમાં પાણીવેરો રૂા.૮૪૦માંથી ૧૬૮૦ કરવા સુચવેલ ઉપરાંત વાહન વેરામાં ૧ાા ટકાનો વેરા વધારો કરવા સહિત કુલ ૪૪ કરોડના કરબોજો લાદતી દરખાસ્તો મંજુરી અર્થે મુકી હતી.

દરમિયાન સ્ટેન્ડીંગ કમીટીએ સતત એક સપ્તાહથી વધુ સમય લઇ બજેટનો અભ્યાસ કરી અને આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં બજેટને મંજુરી આપવા નિર્ણય લીધો છે.

જાણવા મળ્યા મુજબ અભ્યાસ દરમિયાન સ્ટેન્ડીંગ કમીટીને પાણી વેરો બમણો કરવાની દરખાસ્તે જબરી કસરત કરાવી હતી કેમ કે દરખાસ્ત થઇ ત્યારથી પાણીવેરા વધારા સામે સતત વિરોધ ઉઠતો જોવા મળ્યો હતો એટલુ જ નહી કેન્દ્રની ભાજપ સરકારે પણ બજેટમાં સામાન્ય નાગરિકો માટે કોઇ રાહત નહી આપતા હવે પાણી વેરા વધારો કેમ મંજુર રાખવો ? તેવો સવાલ શાસકોને સતાવી રહ્યો છે.

જો કે સ્ટેન્ડીંગ કમીટીએ પાણીવેરો ૧૬૮૦ કરવાને બદલે વાર્ષિક રૂા.૧૧૦૦ થી ૧ર૦૦ સુધીનો રાખવાનો વિકલ્પ પણ વિચારી રાખ્યો છે. હવે પાણી વેરા વધારો સમૂળગો ફગાવી દેવો કે પછી આર્થિક વધારો મંજુર કરવો તે બાબતનો નિર્ણય ગાંધીનગર ઉપર છોડી દીધાનું જાણવા મળ્યુ છે અનેે જો પાણી વેરા વધારો કરવો જ પડશે તો કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીઓના પાણી વેરામાં વધારો કરવાનો વિકલ્પ પણ વિચારાયો છે.

આ ઉપરાંત કાર્પેટ એરીયા ટેક્ષ પધ્ધતિમાં પણ રહેણાંક મકાનોમાં દર ઓછા મંજુર થાય તેવી શકયતાઓ છે.

જયારે નવી કોઇ મોટી યોજના ઉમેરવાને બદલે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપતી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.

બજેટના કદમાં થોડો ઘણો વધારો કરી અને આ સામાન્ય બજેટ મંજુર કરાશે તેમ જાણવા મળ્યુ છે.

ટુંકમાં આવતીકાલનું કોર્પોરેશનનું બજેટ પ્રજા માટે 'બ્લેક ફ્રાઇડે' લાવશે કે 'ગુડ ફ્રાઇડે' ? તેના તરફ સૌની મીટ મંડાઇ છે.

ખુલ્લા પ્લોટ ધારકો ટેકસ ભરવા તૈયાર રહેઃ નવો વેરો ઝીકાશે

રાજકોટ : મ્યુ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ ખુલ્લા પ્લોટના રજીસ્ટ્રેશન પ્લોટ ધારકો પાસે કરાવ્યા છે. રજીસ્ટ્રેશન વગરના ખુલ્લા પ્લોટમાં બાંધકામ પરવાનગી નહી અપાય તેવી જાહેરાત થતા ૩૦૦૦થી લોકોએ ખુલ્લા પ્લોટોનું રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. હવે આ ખુલ્લા પ્લોટ ઉપર નવો ટેક્ષ મંજુર કરવા કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે

(4:11 pm IST)