Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રેસકોર્ષ લાફીંગ કલબનો ૨૧ માં વર્ષમાં પ્રવેશ : વડીલોનું સન્માન

રાજકોટ : રેસકોર્ષ લાફીંગ કલબના ૨૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે છ વડીલોનો સન્માન કાર્યક્રમ લાઇફ બિલ્ડીંગ ખાતે ગોઠવવામાં આવ્યો હતો. ત્રણ વખત હાસ્યથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ પ્રાર્થના ગીત શ્રીમતી વીણાબેન ઠકકર, જયોતિબેન ચૌહાણ અને જયોત્સનાબેન કકકડે રજુ કરી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાલા, લાઇફના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઇ કોટીચા, ડો. લલીતભાઇ ઠાકર, જી. પી. મહેતા, દિનેશભાઇ ગોસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગીક અને સ્વાગત પ્રવચન કન્વીનર જે. સી. માંડલીયાએ આપેલ. છ સિનીયર સભ્યો પ્રવિણભાઇ વસાણી, ડો. ભુપેન્દ્રભાઇ હીરપરા, હરસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ રાચ્છ, નરેન્દ્રભાઇ શાહ, ભાનુભાઇ ભટ્ટનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો, પ્રશંસાપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. સમગ્ર સંચાલન શ્રીમતી પન્નાબેન પંડયાએ અને આભારવિધિ શ્રીમતી વિજયાબેન કાપડીએ કરી હતી. અલ્પાહારની સૌ માટે વ્યવસ્થા કરાઇ હતી.

(2:43 pm IST)