Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અટીકામાં ૧૭ વર્ષની રિધ્ધી ઠાકોરનો ઝેરી દવા પી આપઘાતઃ કોળી પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં. ૫/૭ના ખુણે શિવશકિત ગેરેજ સામે રહેતી રિધ્ધી બીજલભાઇ ઠાકોર (ઉ.૧૭) નામની કોળી યુવતિએ રાત્રે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આપઘાતના કારણ અંગે પરિવારજનોએ પોતે અજાણ હોવાનું કહ્યું હતું.

આપઘાત કરનાર રિધ્ધી બે ભાઇ અને ત્રણ બહેનમાં સોૈથી નાની હતી. તેના પિતા બીજલભાઇ ઠાકોર ટ્રાવેલ્સમાં નોકરી કરે છે. રિધ્ધી રાત્રે અચાનક ઉલ્ટીઓ કરવા માંડતાં ઘરના સભ્યો જાગી જતાં તેને પુછતાં પોતે ઝેર પી ગયાનું કહ્યુ હતું. ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતાં પી.એસ.આઇ. એમ. ડી. વાળા અને રણછોડભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)