Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજકોટ પોલીસ અને મોરવાડીયા પરિવારનું ગોૈરવ વધારતી તેજસ્‍વી છાત્રા હેડકોન્‍સ્‍ટેબલની દિકરી આયેશાએ અવકાશયાત્રી બનવા આઇઆઇટી કાનપુરમાં મેળવ્‍યો પ્રવેશ

અગાઉ ચેન્‍નઇમાં એરોનોટિકલ એન્‍જિનિયરનો અભ્‍યાસ પુરો કર્યોઃ ખુબ સપનુ પુરુ કરવા ઉંચા પગારની નોકરીને જાકારો દીધોઃ અગાઉ બેઇઝીંગમાં ૩૨ દેશોની સ્‍પર્ધામાં આયેશાએ રોબોટ ડ્રોન બનાવી દેશનું ગોૈરવ વધાર્યુ હતું

રાજકોટ તા. ૮: શહેર પોલીસ પરિવારનું ગોૈરવ વધી જાય એવા અભ્‍યાસ અનેક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના સંતાનો કરી રહ્યા છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. ઇકબાલભાઇ મોરવાડીયાની પુત્રી આયેશાએ સાબિત કર્યુ છે કે મહેનત અને ધગશ હોય તો કોઇપણ અઘરું લક્ષ્ય પણ હાંસલ કરી શકાય છે. આયેશાએ કાનપુરની આઇઆઇટીમાં પ્રવેશ મેળવી લીધો છે. અહિ પ્રવેશ મેળવવો એ જ એક ખુબ મોટી સિધ્‍ધી ગણાય છે.
આયેશાએ ભણવામાં નાનપણથી જ ખુબ રૂચી દાખવી હતી અને આગળ જતાં એસએસઅસી તથા એચએસસીમાં પણ ખુબ સારા માર્કસ મેળવ્‍યા હતાં. બાર સયન્‍સ પછી તેણે કોટામાં જે.ડબલ્‍યુ મેઇન કર્યુ હતું. એ પછી તેને ચેન્‍નાઇ યુનિવર્સિટીમાં એરોનોટિક વિભાગમાં આગળ અભ્‍યાસ માટે પ્રવેશ મળ્‍યો હતો. અહિ તેણે એરોનોટિકલ એન્‍જિનિયરીંગની ડિગ્રી પણ મેળવી લધી હતી. પણ આયેશાનું લક્ષ્મય અલગ જ હતું. તેણીએ અવકાશયાત્રી બનવાનું સ્‍વપ્‍ન સેવ્‍યું હોઇ વધુ અભ્‍યાસ માટે જીએટીઇની પરિક્ષ પાસ કરવી જરૂરી હતી.
ભારતભરની નામાંકિત આઇઆઇટી કોલેજમાં પ્રવેશ માટે આયેશાએ આ પરિક્ષા આપી હતી અને પ્રથમ પ્રયત્‍ને જ કાનપુર આઇઅઇટીમાં પ્રવેશ મેળવી લેવામાં સફળતા મેળવી છે. આ સિધ્‍ધી મેળવનારી તે ગુજરાતભરમાંથી પ્રથમ છાત્ર છે. આ કારણે મોરવાડીયા પરિવાર અને રાજકોટ પોલીસ પરિવારનું ગોૈરવ પણ વધ્‍યું છે.
આયેશા હવે ૨૦૨૨માં કાનપુર આઇઆઇટીમાં એરોસ્‍પેશ રિસર્ચ માટે માસ્‍ટર ઓફ સાયન્‍સમં પ્રવેશ મેળવી રિસર્ચ માટેનો અભ્‍યાસ શરૂ કરી ચુકી છે. ૨૦૨૧માં ચેન્‍નઇની અન્‍ના યુનિવર્સિટીમાંથી તેણીએ એરોનોટિકલ એન્‍જિનિયરનો અભ્‍યાસ પુરો કર્યો હતો. અગાઉ ૨૦૧૮માં ચીનના બેઇઝીંગ ખાતે યોજાયેલી ૩૨ દેશો વચ્‍ચેની સ્‍પર્ધામાં આઇઆઇટી મુંબઇની ટીમ સાથે આયેશાની ટીમે રોબોટ ડ્રોન બનાવી ભારત દેશનું નામ રોશન કર્યુ હતું.
નોંધનીય છે કે આયેશાને ભણતર પ્રત્‍યેની ધગશ લોહીમાંથી જ મળી છે. તેણીના પિતા ઇકબાલભાઇએ ઉચ્‍ચ અભ્‍યાસ કર્યો છે. દાદા અને પરદાદા પણ શાળામાં આચાર્ય હતાં. આયેશાએ ઉંચા પગારની સરકારી નોકરી અને બીજી નામી કંપનીઓની નોકરી સ્‍વીકારવાને બદલે અવકાશયાત્રી બનવાનું સપનુ સાકાર કરવા અભ્‍યાસ યથાવત રાખ્‍યો છે. અગાઉ આયેશાની સિધ્‍ધીને જે તે વખતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોૈતે બીરદાવી હતી અને અભ્‍યાસ માટે પણ તેઓ મદદરૂપ બન્‍યા હતાં. દિકરીની આ સિધ્‍ધીને કારણે હેડકોન્‍સ. પિતા ઇકબાલભાઇ મોરવાડીયા (મો.૯૮૨૪૫ ૯૮૮૭૫)ને શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(4:15 pm IST)