Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મનપાના ઇજનેરના આપઘાત સંબંધે બે ઉપરી એન્‍જીનીયરોની પોલીસ પુછપરછ કરશેઃ સહ કર્મચારીના નિવેદન બાદ તપાસનો ધમધમાટ

કોન્‍ટ્રાકટર અને ઉપરી એન્‍જીનીયરની મીલી ભગતમાં ઇજનેરનો ભોગ લેવાયો હોવાના મુદ્દે તપાસના ચક્રો ગતિમાન

રાજકોટ તા. ૮: મનપાના એન્‍જીનીયર પરેશ જોષીના આપઘાત કેસમાં રીમાન્‍ડ પુરી થતાં બંને આરોપીઓને જેલ હવાલે કરાયા છે. દરમ્‍યાન કોન્‍ટ્રાકટર દ્વારા ઇજનેર ઉપર બીલો પાસ કરવાનું ભયંકર દબાણ હતું. જેના કારણે ઉપરી અધિકારી અને કોન્‍ટ્રાકટ વચ્‍ચેની મીલીભગતના કારણે ઇજનેરે આત્‍મહત્‍યા કરી લીધી હતી.
કોન્‍ટ્રાકટર અને ઉપરી એન્‍જીનીયરના કારણે પરેશ જોષીએ આપઘાત કર્યાનું બહાર આવી રહ્યું છે. ત્‍યારે સીટીએન્‍જીનીયર સહિતના બે અધિકારીઓની પોલીસ દ્વારા પુછતાછ કરવાની કાર્યવાહી થઇ રહી છ.ે. મનપાના સહ કર્મચારી તેમજ જે બે આરોપીઓની રીમાન્‍ડ લેવાયેલ તેઓએ પણ પોલીસ સમક્ષ વટાણા વેર્યાનું જાણવા મળે છે. જેથી પોલીસે કોન્‍ટ્રાકટર અને જવાબદાર એન્‍જીનીયર તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળે છે. નજીકના દિવસોમાં જો પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ થશે તો મનપામાં ચાલી રહેલા ભ્રષ્‍ટાચારનો ભાંડો ફુટશે તેવી પણ ચર્ચા થઇ રહી છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને મનપાના ઇજનેરએ ન્‍યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં કોન્‍ટ્રાકટરો અને ઉપરી અધિકારીઓના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના આક્ષેપો થતા તાલુકા પોલીસે ઇજનેર સાથે છેલ્લો મોબાઇલમાં વાત કરનાર કોન્‍ટ્રાકટરના બે કર્મચારી સામે ગુનો નોંધી ધરપકડ કરી રિમાન્‍ડ મેળવી જેલહવાલે કર્યા બાદ મનપાના અધિકારીઓ સહિતની પુછતાછ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઇજનેરના સહ કર્મચારીઓની પુછતાછમાં આસિ. ઇજનેર જોષી અને કોન્‍ટ્રાકટરને વારંવાર ઝઘડા થતા હોવાનું જણાવતા પોલીસે વધુ બે અધિકારીઓની પુછતાછ કરવા મથામણ કરી છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી પાર્કમાં રહેતા અને મનપામાં એડીશનલ આસિસ્‍ટન્‍ટ એન્‍જીનીયર તરીકે નોકરી કરતા પરેશ ચંદ્રકાંતભાઇ જોષીએ ૩૦ ડીસેમ્‍બરના રોજ ન્‍યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં તાલુકા પોલીસે મધુરમ કન્‍સ્‍ટ્રકશન એજન્‍સીના એન્‍જીનીયર હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયુર ઘોડાસરા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એક દિવસના રિમાન્‍ડ મેળવી પુછતાછ કરી આજે બંનેને જેલહવાલે કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
દરમ્‍યાન પીએસઆઇ એન. કે. રાજપુરોહિતએ મનપાના ઇજનેર પરેશ જોષીના સહ કર્મચારી અનીશ ગુજરાતીની પુછતાછ કરતા નવાગામમાં ચાલતા પ્રોજેકટ સંદર્ભે કોન્‍ટ્રાકટરો સાથે વારંવાર ઝઘડાઓ થતા હોવાનું જણાવ્‍યું હતું જયારે પોલીસે ડે. એન્‍જીનીયર પંડયા તેમજ સીટી એન્‍જીનીયર વાય. કે. ગોસ્‍વામીને પુછતાછ માટે બોલાવતા પંડયા બીમાર હોવાનું રટણ કર્યું હોય પોલીસે સીટી એન્‍જીનીયરની પુછતાછ માટે કાર્યવાહી કરી છે.


 

(3:22 pm IST)