Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

એટ્રોસીટી મારકૂટના ગુનામાં પકડાયેલ ચાર આરોપીઓનો છૂટકારો ફરમાવતી કોર્ટ

 

રાજકોટ, તા.૮ઃ માર માર્યા અને એટ્રોસીટીના શિક્ષાને પાત્ર ગુન્હામાંથી ચાર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રાજકોટ સેશન્સ કોર્ટે કર્યો હતો.

ફરીયાદની ટૂંકી હકીકત એવી હતી કે આ કેસના ફરીયાદી કે જેઓ અનુસુચિત જાતિના સભ્ય હોય અને આ કેસના આરોપીઓ સવર્ણ જાતિના હોય અને ફરીયદીને ગભરૃ સવા નામના આરોપીએ ઇંડસ્ટ્રિયલ એરિયામાં માલ સામાનની ગાડીઓ ભરવા બાબતે ધંધાની હરિફાઇનો ખાર રાખીને તા.૫-૩-૨૦૧૯ના રોજ કલાક ૧૮-૦૦ની આસપાસ વિજયા મેટાલિક કારખાના પાસે આજી ઇંડસ્ટ્રિયલ એરીયામાં માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે, હાથમાં પહેરેલ કળાથી માર મારેલ તથા અન્ય આરોપીઓ હરજી સવા, માત્રા તેજા અને હીરા ભવાન એ ફરીયાદીને તેની જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તે અંગેની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. અને પોલીસ તપાસ બાદ ચાર્જશીટમાં મૌખીક અને દસ્તાવેજી આમ ૧૬ પુરાવા રાજકોટ એટ્રોસીટી સ્પેશીયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા.

આ કેસ ચાલતા પુરાવા તપાસવામાં આવેલ અને ફરીયાદપક્ષ  તરફથી તપાસવામાં આવેલ ફરીયાદી તેમજ અન્ય સાહેદોનો રેકર્ડ પર રજૂ થયેલ સમગ્ર પુરાવો ફરીયાદ પક્ષના કેસને સંપૂર્ણપણે સમર્થન કરતા કે ફરીયાદને અનુરૃપ પુરાવો જાણતો ન હતો. અને બચાવ પક્ષના વકીલોએ પુરાવા રજૂ રાખેલ અને દલીલો કરવામાં આવેલ હતી તે જોતા ફરીયાદમાં જણાવેલ જેવી હકીકત ફરીયાદપક્ષ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હતા. આમ પુરાવાને અભાવે રાજકોટ એટ્રોસીટી સ્પેશિયલ કોર્ટ દ્વારા ગભરૃ સવા, હરજી સવા, માત્રા તેજા અને હીરો ભવાનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ ભાવેશ બાંભવા અને હિતેષ વિરડા રોકાયેલ હતા.

(3:07 pm IST)